લાઠીના અકાળા ગામે સિંગતેલ મગાવી પેમેન્ટના કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા

ઓઇલ મીલના માલિકનો વિશ્ર્વાસ કેળવી સિંગતેલના 181/ડબા મગાવી રૂ. 5,66,385ના ચૂકવતા ઠગાઇની ફરીયાદ થયેલી

તાજેતરમાં લાઠી તાલુકાના અકાળા ગામે આવેલ એક ઓઈલ મીલ માલિક સાથે વિશ્વાસ કેળવી સીગતેલ ના ડબા નગ 181 ફોન પર ઉધાર મંગાવી ઠગાઇ કરતા બે આરોપી ને લાઠી પોલીસે ઝડપી લીઘા હતાં.
લાઠી તાલુકાના અકાળા ગામે કિસ્મત ઓઈલ મીલમાથી સિંગતેલના ડબાનો મોટા જથ્થાનો ઓર્ડર આપવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમા લઈ ફરીયાદી પાસેથી સિંગતેલના ડબા નંગ 181 ટેક્ષ સહીત કુલ રૂ.5,66,385 નો મુદ્દામાલ ફોન મારફતે મંગાવી મુદ્દામાલની બારોબાર પ્રથમ અમરેલી ખાતે 55 ડબાની તથા સુરત ખાતે અલગ અલગ ત્રણ જગ્યાએ કુલ 126 ડબાની ડીલેવરી કરાવી ફરીને ડીલેવરી બાદ પેમેન્ટ આર.ટી.જી.એસ. કરવાનુ કહી બાદમા કીસ્મત ઓઈલ મીલના માલીકે અવારનવાર પૈસાની ઉઘરાણી કરવા છતા ફરી.ને સિંગતેલના ડબા નંગ 181 ટેક્ષ સહીત કુલ રૂ.5,66,385 ના પૈસા ન ચુકવી કીસ્મત ઓઈલ મીલના માલિક સાથે વિશ્વાસઘાત તથા ઠગાઈ કરવાના ઈરાદે છેતરપીંડી કરતા કીસ્મત ઓઈલ મીલના માલિકે લાઠી પોલીસ મા ફરીયાદ નોઘાવી હતી જેના આઘારે લાઠી પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી જેને લઇને લાઠી પોલીસે આરોપી નિશાંત મથુરભાઈ જાવીયા ઉ.29 રહે મોરબી તેમજ રોહીત વિનુભાઈ ગજેરા ઉ.29 રહે.વેલછા તા.માંગરોળ જી.સુરત ને ઝડપી લેવા મા લાઠી પોલીસને સફળતા મળી હતી આ બને આરોપી ને ઝડપી ટોટલ 33 ડંબા સીગતેલ અને 10.3290 નો મુદામાલ કબ્જે કર્યો હતો લાઠી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રિલેટેડ ન્યૂઝ