સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો રગડ ધગડ વહીવટ કુલપતિથી માંડીને મોટે ભાગે ઇન્ચાર્જ સ્ટાફ !

પેપર લીક્, ભરતીઓમાં ગોટાળા, પરિણામોમાં છબરડા, આંતરિક ગંદુ રાજકારણથી યુનિ.ની આબરૂ તળિયે: કોંગ્રેસ પ્રવકતા રોહિતસિંહ રાજપૂતના આર.ટી.આઇ.માં ચોંકાવનારા ખુલાસા

એક સમયે શૈક્ષિણિક બાબતોમાં સૌરાષ્ટ્રનુ હ્રદય ગણાતી રાજકોટ સ્થિત વર્ષોજૂની યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. 300 થી વધુ એકરમાપથરાયેલ આ વિશાળ કેમ્પસમા અલગ અલગ ભવનોમા અને તેને સલગ્ન કોલેજોમા અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા
છે અને લાખો વિદ્યાર્થીઓએ અહી અભ્યાસ કરી ખૂબ ટોચના સ્થાને પહોચ્યા છે. એક સમય હતો કે આ યુનિવર્સિટી અ+ ગ્રેડ ધરાવતી હતી અને કેમ્પસના અમુક ભવનોનુ શિક્ષણ સમગ્ર દેશ કક્ષાએ એટલુ પ્રખ્યાત હતુ કે કેમ્પસના ભવનોમા અભ્યાસ માટે પડાપડી થતી. બીજી તરફ હાલની પરીસ્થિતિએ મોટાભાગના ભવનોમા સીટો સાવ ખાલીખમ પડી રહે છે તો અમુક રિસર્ચ ભવનોમા તાળા લાગ્યા છે. વારંવાર પેપરલીક થવા, ભરતીઓમાં ગોટાળાઓ,વહીવટી ભ્રષ્ટાચારો, પ્રવેશમા પરીક્ષાઓ, પરિણામોમા છાછવારે છબરડાઓ,વિવાદો, આંતરિક ગંદૂ રાજકારણ જેવી બાબતોના લીધે છેલ્લા 6-7 વર્ષમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી એટલી હદે ખરડાઈ છે અને વહિવટી બાબતોમાં હાલત એટલી કથળેલી છે કે એનએએસીનો ગ્રેડ તો નીચે ગગડ્યો જ છે પણ શરમજનક બાબત એ છે અહીથી અભ્યાસ કરી વિદ્યાર્થી ડિગ્રી મેળવીને અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવાતા સમયે વિદ્યાર્થીઓને અનેક જાતના મેણા-ટોણા સાંભળવા પડે છે. ત્યારે સવાલ થતો હોય છે કે આવી હાલત થવાનુ કારણ શુ ? તો વર્ષોથી વિદ્યાર્થીઓના પ્રશ્ર્ને લડતા વિદ્યાર્થીનેતા અને ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આ અંગે એક આરટીઆઈ કરી હતી જેમા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી કાયમી કુલપતિ રાજ્યસરકાર નિમણુંક કરી શકતી નથી જેના કારણે અલગ અલગ કાર્યકારી કુલપતિઓની નિમણુંક કરીને બદલાવ્યા કરે છે.આ કાર્યકારી કુલપતિઓ પાસે અમુક મર્યાદિત સતાઓ હોય છે જેથી વિદ્યાર્થીહિતને એક તરફ મૂકીને આ કાર્યકારી કુલપતિઓ ખુરશીના મોહે તે રાગદ્વેષની ભાવનાથી તેઓના સામેના જૂથને ટાર્ગેટ કરી પોતાના માણસોને સેટ કરવામાં જ રચ્યાપચ્યા રહે છે જેથી વિવાદો થયા કે બે વખત પેપરલિક,નાઘેડી ચોરીકાંડ જેવી ચર્ચિત ેરપ્રવૃત્તિમાકોઇ જાતના નક્કર પગલા લેવાયા નથી. રાજ્યના શિક્ષણમંત્રી રાજકોટ જેટલી વાર આવે ત્યારે સૌ.યુની.ના કુલપતિની નિમણૂકે મામલે તેઓનો જવાબ એક જ હોય છે કે મુખ્યમંત્રીના ટેબલ પર ફાઇલ પડી છે !.રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓમા કાયમી કુલપતિઓની નિમણુંક થઈ ગઈ છે તો માત્ર સૌ.યુની. મા કેમ નથી કરતા તે પણ મોટો સવાલ છે. બીજુ મુખ્ય કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા રજિસ્ટાર,ચીફ એકાઉન્ટ ઓફિસર,ચીફ એન્જિનિયર,ગ્રંથપાલ જેવી ક્લાસ-1 કક્ષાની અને યુનિવર્સિટીના વહિવટી બાબતોમા અતિ મહત્ત્વની ગણાતી જગ્યાઓ વર્ષોથી ખાલી છે અને હંગામી ધોરણે ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય રહ્યુ છે જેના લીધે યુનિવર્સિટીમાં વહિવટી રીતે સાવ ખાડે ગઇ છે.આવનારા થોડા સમયમાં જ અનેક અધિકારીઓ નિવૃત્ત થવાના છે ત્યારે ભવિષ્યમાં વહિવટી રીતે શુ અવદશા ઉદ્ભવશે તે ચિંતાનો વિષય છે!

રિલેટેડ ન્યૂઝ