ધોરાજીમાં પાલિકા દ્વારા બનતા પાણીના ટાંકાના કામમાં નિયમભંગ

ધોરાજીના કુંભારવાડા ભુખી ચોકડી નગરપાલિકા સંચાલિત પાણીના સમ્પ ખાતે બનતો પાણીનો ટાંકામાં નિયમ વિરુદ્ધ કામ ચાલી રહ્યું છે
ધોરાજીના ભુખી ચોકડી નજીક આવેલ ધોરાજી નગર પાલિકા સંચલિત પાણી ના સંપ ની બાજુમાં જમીનથી અંદાજિત સવાસોથી 150 ફૂટ ઊંચે પાણીની ટાંકી બનાવવામાં કામ કરતા મજૂરો જીવના જોખમે કરી રહ્યા છે કામ
ધોરાજીના ભુખી ચોકડી નજીક આવેલ ધોરાજી નગર પાલિકા સંચાલિત પાણી ના સંપ પાસે આ પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરી માટે જે મજૂરો કામ કરી રહ્યા છે કે મજૂરો માટે થઈને કોઈપણ જાતના સેફ્ટીના સાધનો નથી સેફટી બેલ્ટ હેલ્મેટ પણ મજૂરો બાંધતા નથી અને સેફ્ટીના સાધન ન હોવાને કારણે સવાસોથી 150 ફૂટ ઊંચે જીવના જોખમને કામ કરી રહેલ મજૂરો ના જીવ નું જોખમ છે આ ટાંકીને કામગીરીમાં મજૂરી કામ કરતા યુવકનું થોડા સમય પહેલા જ કામગીરી કરતા કરતા જમીન પર પટકાતા મજૂરનું મૃત્યુ થયું હતું જે બનાવ બન્યા બાદ પણ જવાબદાર અધિકારીઓ ભેદી મૌન સેવી રહ્યા છે અને કોન્ટ્રાક્ટ એજન્સીને સેફ્ટી બેલ્ટ માટે દરકાર લેવા માટે પણ જાણ ન કરાય હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પાણીની ટાંકી બનાવવા માં મજુરી કામ કરતા મજૂરો જીવના જોખમે કામગીરી કરી રહ્યા હોય એવા વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને જાણે જવાબદાર અધિકારીઓ હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે હાલ ધોરાજી નગરપાલિકાની અંદરમાં વહીવટદારનું શાસન છે અને વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર ની સરકાર માંથી નિમણુક કરાઈ છે ત્યારે સમગ્ર બાબતે ડેપ્યુટી કલેકટર દ્વારા અને ધોરાજી નગર પાલિકા ના ચીફ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે તો જે મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે તેમ મજૂરો ને સેફટી ના સાધન પણ મળી રહે એમ છે
ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢેક વર્ષથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ગરોડ રસ્તા પાણી વગેરે બાબતોમાં પણ રજામાં રોજ ફાટી નીકળ્યો છે અને જે પ્રકારે નગરપાલિકાની હદમાં કામ ચાલે છે તે કામમાં પણ કામ પણ નિયમ વિરુદ્ધ થતું હોય અને કામમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવું જણાઈ રહ્યું છે લોકો આ પ્રકારની ચર્ચા કરી રહ્યા છે છતાં પણ વહીવટદારનું કેમ મોન છે તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ