જર્જરીત આવાસો અંગે કોર્પોરેશનના હાઉસીંગ બોર્ડને પ્રશ્ર્ન: ક્વાટર્સનું રિ-ડેવલોપીંગ ક્યારે?

હાઉસીંગ બોર્ડના આવાસો માટે હાલ ઓળિયો ઘોળિયો મનપાએ હાઉસીંગ બોર્ડ પર નાખ્યો
ડિમોલિશન હાઉસીંગ બોર્ડ દ્વારા જ કરવામાં આવે તેવો પત્ર કોર્પોરેશને લખ્યો

શહેરના ઈસ્ટઝોનમાં દુધસાગર રોડ પર આવેલ વર્ષો જૂના ગુજરાત હાઉસીંગ બોર્ડના 696 આવાસો જર્જરીત થઈ જતાં મહાનગરપાલિકાદ્વારા પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત અનેક નોટીસો અપાયા બાદ આ વર્ષે ચોમાસા પહેલા અનેક આવાસો રહેવાલાયક ન હોય ખાલી કરાવવા માટે આખરી નોટીસ અપાયેલ છતાં આ આવાસમાં જીવના જોખમે પરિવારો રહેતા હોય મનપાએ આવાસોના નળ કનેક્શન કટ કર્યા હતાં. જ્યારે પીજીવીસીએલ દ્વારા લાઈટ કનેક્શન કાપી નખાતા દેકારો બોલી ગયેલ અને કોર્પોરેશને અસરગ્રસ્તોએ રજૂઆત કરતા અંતે તંત્રએ હાઉસીંગ બોર્ડના અધિકારીઓએ તાબડતોબ બોલાવી 696 આવાસોનું રિડેવલોપીંગ કેવી રીતે અને ક્યારે કરસો તેમજ ડીમોલીશન પણ હાઉસીંગ બોર્ડ દ્વારા કરવામાં આવે તેવો લેખીતમાં પત્ર પાઠવ્યો તમામ જવાબદારી હાઉસીંગ બોર્ડને સોંપી દેવામાં આવી છે. દૂધસાગર રોડ ઉપર ગુજરાતહાઉસીંગ બોર્ડના 696 આવાસોનું રિડેવલોપીંગ બોર્ડ દ્વારા કરવામાં આવે તેવી માંગ અગાઉ કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવી હતી. પરંતુ આવાસો અતિજર્જરીત હાલતમાં હોય પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત તમામ આવાસોમાં રહેતા પરિવારોને આવાસ ખાલી કરાવવા માટે નોટીસ આપવામા આવે છતાં આવાસ ખાલી ન થતાં થોડા દિવસ પહેલા મનપાએ આપેલા નળ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતાં. જ્યારે પીજીવીસીએલ દ્વારા પણ વીજ જોડાણો કપાતા પરિવારોના હાલ બેહાલ થઈ ગયા હતા. ભરઉનાળે નોધારા થઈ ગયેલા અસરગ્રસ્તોએ કોર્પોરેશન ખાતે મકાનોનું ડીમોલીશન હાલમાં ન કરવું તેમજ વીજ અને નળ જોડાણો પરત આપવા સહિતની રજૂઆત કરેલ પરિણામે તંત્રએ પણ આજે ચોખવટ કરી જણાવેલ કે, ગુજરાત હાઉસીંગ બોર્ડના કહેવાથી અમે નળ જોડાણો કાપ્યા છે. જ્યારે પીજીવીસીએલ દ્વારા પણ ડીમોલીશન પહેલા થતી વીજ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ડીમોલીશન કરવામાં નહીં આવે ગુજરાત હાઉસીંગ બોર્ડ રિડેવલોપીંગ અને જે પ્રકારનો નિર્ણય લેશે તે મુજબની કાર્યવાહી બોર્ડ દ્વારા જ કરવામાં આવશે.ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ કોલોનીના રીડેવલપમેન્ટ માટે કોઈ આયોજન હાથ ધરવામાં આવેલ છે કે કેમ? તે ંગે અત્રેની કચેરીને દિવસ માં જાણ કરવા વિનંતી. ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આ કોલોનીનો ભયજનક/ જર્જરીત મકાનો તોડી પાડવા માંગતા હોય તો અત્રેથી જરૂૂરીયાત મુજબની તમામ સુવિધાઓ ફેસીલીટેટ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ