બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય મહંતસ્વામી શુક્રવારથી રાજકોટમાં 26 દિવસ રોકાણ

દરરોજ દર્શન-પૂજન અને સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો યોજાશે

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ 91 વર્ષની જૈફ વયે રાજકોટને આંગણે તારીખ 14 જૂન, શુક્રવાર થી 10 જુલાઈ, બુધવાર સુધી કુલ 26 દિવસ દિવ્યલાભ આપનાર છે જે દરમ્યાન સત્સંગસભામાં વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના રાજકોટના રોકાણ દરમ્યાનના વિવિધ કાર્યક્રમોની રૂપરેખા નીચે મુજબ રહેશે.
તારીખ 16 જૂન, રવિવારથી સવારે 6:00 થી 8:00 વાગ્યા સુધી પ.પૂ.મહંતસ્વામી મહારાજના પ્રાત:પૂજા દર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત થશે. જેમાં સંસ્થાના સદગુરુવર્ય વિદ્વાન સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી ‘સ્વામિનારાયણીય સાધનાના સોપાનો’ વિષયક પ્રાત:કથાવાર્તાનો લાભ આપશે.
તારીખ 16 જૂન, રવિવારે પ.પૂ.મહંત સ્વામી મહારાજને સત્કારવા માટે ભવ્ય સ્વાગતસભા સાંજે 5:30 થી 8:00 વાગ્યા સુધી યોજાશે. જેમાં સંસ્થાના સદગુરુવર્ય વિદ્વાન સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી ‘એક નિશાન અક્ષરધામ’ વિષયક પારાયણ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે.
આ ઉપરાંત પ.પૂ.મહંત સ્વામી મહારાજના રોકાણ દરમિયાન વિવિધ દિવસ દરમિયાન બાળકો માટે સંસ્કારલક્ષી કાર્યક્રમ, યુવાનો માટે પ્રેરણાલક્ષી કાર્યક્રમ, વિશાળ મહિલા સંમેલન, પારિવારિક એકતાલક્ષી કાર્યક્રમ, સનાતન સંસ્કૃતિ સંવર્ધક કાર્યક્રમ, રથયાત્રા ઉત્સવ તેમજ રાજકોટ મંદિર રજત જયંતી મહોત્સવ પૂર્ણાહુતિ જેવા રંગારંગ કાર્યક્રમો યોજાશે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના રાજકોટના રોકાણ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા નીચે મુજબ રહેશે. સાથે ઉલ્લેખનીય છે કે અત્રે જણાવેલ દિવસો દરમિયાન સવારે 6:00 થી 8:00 અને સાંજે 5:30 થી 8:00 દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં જ પ.પૂ.મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વચનનો લાભ મળશે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડના આંગણે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં અત્રે જણાવેલ દિવસો દરમિયાન આયોજીત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સગા-સ્નેહી, મિત્રો-પરિવારજનો સાથે લાભ લેવા કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સહિત સૌ સંતોએ રાજકોટવાસીઓને સ્નેહસભર નિમંત્રણ પાઠવવામાં આવે છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો
તારીખ સાંસ્કૃતિક કાર્યક્રમ
16 જૂન, રવિવાર સ્વાગત દિન
17 જૂન, સોમવાર સંસ્કાર દિન
19 જૂન, બુધવાર મહિલા દિન
20 જૂન, ગુરુવાર સંયમ દિન
21 જૂન, શુક્રવાર સિધ્ધાંત દિન
22 જૂન, શનિવાર શિક્ષણ દિન
23 જૂન, રવિવાર સમર્પણ દિન
25 જૂન, મંગળવાર સુહ્યદભાવ દિન
26 જૂન, બુધવાર સત્કાર દિન
27 જૂન, ગુરુવાર સંપર્ક દિન
29 જૂન, શનિવાર સંસ્કૃતિ દિન
30 જૂન, રવિવાર સેવા દિન
7 જુલાઈ, રવિવાર રથયાત્રા, રાજકોટ રજત જયંતી મહોત્સવ પૂર્ણાહુતિ
8 જુલાઈ, સોમવાર સત્પુરુષ દિન

રિલેટેડ ન્યૂઝ