સુરેન્દ્રનગર-માલવણ હાઇવે પર પાટડી પાસે દુધનાં ટેન્કરએ બાઇકને અડફેટે લેતા દાદા-પૌત્ર અને સાળાનું મોત


પૌત્રની સ્કોલરશીપ ઉપાડવા બેેંકે જતા હતા ત્યારની દુર્ઘટના: મહિલાનો બચાવ

પાટડી પાસે માલવણ હાઇવે પર પાટડી પાસે આજે સવારે દુધના ટેન્કરે બાઇકને અડફેટે લેતાં દાદા-પૌત્ર અને સાળાનું મોત નિપજયું હતું. જયારે એક મહીલાનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી.આ અંગેની વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ હાઇવે ઉપર અકસ્માતમાં 3 ના થયેલ મોત…. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ભડેના ગામના કેશભાઈ ગંગારામભાઈ પાંચાની નઉંમર 60. તેમજ તેઓના પોત્ર રોનક મેરૂભાઈ પાચાણી ઉંમર આઠ વર્ષ. તેમજ તેઓના સાડા ઘનશ્યામભાઈ ઝાપડિયા. તથા અન્ય બે બાળકો આરતીબેન ઘનશ્યામભાઈ ઝાપડિયા. અંજનીબેન મેરૂભાઈ પાંચાણીને લઈને બાઈક ઉપર થી પડે ભડેનાં થી કમાલપુર છોકરાઓની સ્કોલરશીપના નાણા ઉપાડવા જતા હતા ત્યારે સામેથી અચાનક પૂર ઝડપે દૂધ ના ટેન્કર ચાલકે ઉપર સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા દૂધના ટેન્કર તથા બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત થયેલ છે. આ ગંભીર અકસ્માતમાં દાદા કેશભાઈ ગંગારામભાઈ પાચાણી ઉંમર 60. તેઓના પો ત્ર રોનક મેરૂભાઈ પાંચાની ઉંમર આઠ. ને માથાના ભાગે ગંભીર ઇજાઓ તથા ત્યાં જ ઘટના સ્તરે મોત થયેલ હતું. આ અકસ્માતમાં તેમના સાળા ઘનશ્યામભાઈ ઝાપડિયા. તેમજ આરતીબેન જાપડીયા .અંજનીબેન મેરૂભાઈ પાંચાણી. અને તાત્કાલિક અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં વિરમગામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈલ. જેમાં ઘનશ્યામભાઈ ઝાપડિયા નું પણ સારવાર દરમિયાન મોત થયેલ છે. આરતીબેન ઘનશ્યામભાઈ ઝાપડિયા હાલ કોમાં માં હોવાનું જાણવા મળેલ છે.. જ્યારે આ અકસ્માતમાં અંજલીબેન નો આબાદ બચાવ થયેલ છે. આ ગમખ્વાર અકસ્માત થતાં દૂધના ટેન્કર ચાલક ઘટના બાદ નાસી ગયેલ છે. આ અકસ્માતે જાણ થતા ગામ ના લોકો ઘટના સ્તરે દોડી ગયા હતા તેમજ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ એ લઈ ગયા હતા..આ અકસ્માતમાં દાદા પૌત્ર તેમજ સાળાનું મોત થયેલ છે.

રિલેટેડ ન્યૂઝ