માણાવદર મામલતદાર કચેરીમાં નેટવર્કના ધાંધીયા: ખેડુતોને 7-12 કાઢવામાં મુશ્કેલી

7-12 ઉતારા નકલ ન મળતાં બેન્ક ધિરાણ, ખેત ઉપયોગી વસ્તુઓ મેળવવા મુશ્કેલ: 3-3 કલાક ઉભા રહેવા છતાં મળતા નથી

માણાવદર તાલુકા ખેડુત આગેવાન અશોકભાઇ રામ દ્વારા આજુે ખેડુતોને શહેરની મામલતદાર કચેરીમાં નેટવર્કના ધાંધીયાના કારણે 7-12 ઉતારા નકલ કાઢવામાં ત્રણ ત્રણ કલાક સુધી ઉભા રહેવા છતાં નથી મળતી તે માટે માંગ કરી છે કે ઓનલાઇન નેટવર્કની આધુનિક ચોમાસા ટાણે સુધારો કરી હાલ ખેડુતોને ખેતરમાં ચોમાસા ટાણે કિંમતી સમય હોય વાવણીની તૈયારી થાય છે ત્થા ખેત ધિરાણ મેળવવા આ નકલ સમયસર નેટવર્ક ધાંધીયાના કારણે મળતી નથી તેથી ધિરાણ ના મળે તો સીધી ખેડુતોને ખેત બિયારણ સહીત ખેત ઉત્પાદન ઉપર પડે છે. ત્રણ ત્રણ કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. નેટવર્કનું કાંઇ નકકી નથી રહેતું તાકીદે અલગ જ વ્યવસ્થા ઉભી કરવી જરુરી છે. 7-12 નકલ ન મળતાં ખેત ઓજારો, ધિરાણ, ઓન લાઇન અરજીઓ સોલાર સીસ્ટમ ચેક સહાય જેવી અનેક લાર્ભોથી વંચિત રહેવું પડે આ કારણે સૃમય મર્યાદા હોય છે.

રિલેટેડ ન્યૂઝ