ખીરસરા શૈક્ષણિક સંસ્થાના સ્વામીના દુષ્કર્મ અને ગર્ભપાતની ઘટના બાદ વિદ્યાર્થીઓમાં રોષ ભભુકી ઉઠ્યો

ધારાસભ્ય, સંસદ સભ્ય સહિતના આ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓની મદદ કરી પાખંડી સ્વામીને સજા અપાવવા નૈતિક જવાબદારી નિભાવે તેવી માંગ

વાલીઓ પાસેથી હજારો રૂપિયાની ફી પરત નહી આપતા કે અન્ય જગ્યાએ એડમિશન નહીં મળતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામમાં બે સાધુઓ તેમજ એક મુખ્ય સંચાલક સામે દુષ્કર્મ ગર્ભપાત અને અન્ય બાબતની પોલીસ ફરિયાદ નોંધાય છે જેમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ બંને સ્વામી તેમજ મુખ્ય સેવક પોલીસ પકડે તે પહેલા જ પોલીસની ઢીલી નીતિ ના કારણે ભાગી છૂટવામાં અને ભૂગર્ભમાં ઉતરી જવા માટે સફળ થયા હોવાની ચર્ચા અગાઉ પણ શરૂ થઈ ચૂકી હતી અને હાલ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તેવી માહિતી સામે આવી છે ત્યારે અહીં શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓના વાલીઓમાં રોટ ફેલાયો હોવાનું સામે આવ્યું છે કારણ કે વિદ્યાર્થીઓના વાલીઓ કે જે શિક્ષણ માટે આવતા હતા અને હોસ્ટેલમાં રહેતા હતા તેઓએ હજારો રૂપિયાની ફી ભરી દીધી છે અને હાલ હોસ્ટેલ બંધ છે અને શૈક્ષણિક કાર્ય પણ બંધ હોવાનું સામે આવ્યું છે.આ બાબતમાં વાલીઓને વિદ્યાર્થીઓને તેડી જવા માટેની ટેલીફોનિક જાણ કર્યા બાદ વાલીઓ અહીં તેડવા માટે આવી રહ્યા છે ત્યારે વાલીઓ અહીંથી પોતાના બાળકનું એડમિશન પરત લઈ જવા માટે આવ્યા હતા ત્યારે સૌ પ્રથમ તેઓને ધક્કા ખવડાવવામાં આવતા હતા બાદમાં લિવિંગ સર્ટી આપવામાં આવી રહ્યા છે પરંતુ હજારો રૂપિયાની વસૂલ કરેલી ફી અંગે કોઈપણ પ્રકારનો જવાબ નહીં મળતા વાલીઓમાં રોઝ ફેલાયો હોવાનું સામે આવી છે કારણ કે હજારો રૂપિયાની ફી પરત નહીં આપતા અને હવે અન્ય જગ્યાઓ ઉપર વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારે એડમિશન નહીં મળતા વાલીઓની હજારોની મૂડી પાણીમાં વહી રહી હોવાનું વાલીઓએ જણાવ્યું છે તો બીજી તરફ વિદ્યાર્થીઓને ક્યાંય પણ એડમિશન નહીં મળતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય ચૂકી હોવાની રાવ સામે આવી રહી છે.
અહીંયાના વાલીઓના જણાવ્યા પ્રમાણે તેઓએ આ સંસ્થામાં કોઈએ હોસ્ટેલ માટે રૂપિયા 18,000 તો કોઈ 13,000 જેવી રકમ જમા કરાવી છે. આ સાથે અહિયા વાલીઓ દ્વારા શિક્ષણ માટે કોઈએ રૂપિયા 20,000 તો કોઈએ રૂપિયા 25,000 જેવી રકમ ફી પેટે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામની સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સંચાલિત આ શૈક્ષણિક સંસ્થા અને હોસ્ટેલમાં જમા કરાવી હોવાનું વાલીઓએ જણાવ્યું છે. આ વાલીઓના જણાવ્યા પ્રમાણે તેમણે બાળકોના ઉજ્વળ અને સારા ભવિષ્ય માટે ઉછી ઉધાર કરી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સારા શિક્ષણ માટે બાળકોની ફી ભરી છે જેમાં આ હજારો રૂપિયાની ફી પરત નહીં આપતા વાલીઓની અંદર હાલ કોઈ વૈકલ્પિક આર્થિક વ્યવસ્થા ન હોવાના કારણે હવે બાળકો માટે શું કરશે તેને લઈને ચિંતા ના વાદળો છવાઈ ચૂક્યા હોવાનું જણાવ્યું હતું. વાલીઓ દ્વારા મીડિયાને બતાવવામાં આવેલ પહોંચ પર નજર કરીએ તો પણ આ પહોંચની અંદર પણ ગોલમાલ હોવાનું દેખાઈ રહ્યું છે કારણ કે, આ ફીની પહોંચ જોતા આ ફી ની પહોંચની અંદર દર્શાવેલ વિગતોમાં પણ પૈસા નો જોલ કરવાના ઈરાદાઓથી અને રોકડ રકમની આવક છુપાવવા માટેનું પણ મોટું બધુ કારસ્તાન હોય તેવી પણ માહિતીઓ સામે આવે છે. કાયદા નિષ્ણાંતના જણાવ્યા અનુસાર કોઈપણ પહોંચમાં રૂપિયા 5,000 થી વધુની કોઈપણ રકમની પહોંચમાં લેતી-દેતી થાય તો એક રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પની ટિકિટ ચોટાડવી ફરજિયાત પણે આવી જતી હોય છે અને આ સાથે તે ટિકિટ પર નાણાં સ્વીકારનારની સહી પણ કરવામાં આવે છે પરંતુ આ કિસ્સાની અંદર આવી કોઈ પણ પ્રકારની પહોંચમાં ટિકિટો ચોંટાડેલ હોય અને સહી કરેલ હોય તેવું દર્શાવેલ નથી જેથી અહીંયા પૈસાની પણ ગોલમાલ કરીને વાલીઓ સાથે પણ છેતરપિંડી કરવા માટે કામ કરવામાં આવી રહ્યું હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

રિલેટેડ ન્યૂઝ