ધોરાજીનાં પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગોધમનો બાળપ્રેમ

આજ વિશ્વ યોગ દિવસ નાં દિવસે ધોરાજી નાં પોલીસ ઇન્સ્પેકટર રવી ગોધમ ધોરાજી નાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 2 માં પહોંચ્યા હતા. અને નાના ભૂલકાઓ સાથે ઉતમ સમય પસાર કર્યો હતો નાના બાલવાટિકા માં અભ્યાસ કરતા બાળકો સાથે પી આઈ રીતસર નાં તલ્લીન થઈ ગયા હતા અને સામે પણ ગણવેશ માં આવેલા ઇન્સ્પેકટર ને જોઈ ને બાળકો પહેલા તો અચંબિત થઈ ગયા હતા પરંતુ બાળકો ની સાથે જ જમીન બેસેલા ઇન્સ્પેકટર ને જોઈ ને બાળકો ને ખુબ મજા પડી ગઈ હતી અને બાળકો પણ મુક્ત મને પી આઈ ને આમ પોતાની સાથેજ બેસી પોતાના જેવા જ થઈ ને હસતા મજાક કરતા જોઈ ને બાળકો ને તો જાણે જામો પડી ગયો . બાળકો માટે ખૂબ જ આહલાદક અનુભવ રહ્યો અને મોટા બાળકો નાં ક્લાસ લેતા ઇન્સ્પેક્ટર રવી ગોધમે બાળકો ને સ્વચ્છતા અને યોગ નું મહત્વ સજાવ્યું હતું.
આ તકે પોલીસ પ્રજા નો મિત્ર છે સહાયક છે ને રક્ષક છે . અને આવતાં દિવસો મા પોલીસ ની કામગીરી ઘટે એવા ઉતમ સમાજ નું નિર્માણ થાય તે હેતુ થી બાળકો ને ભણાવ્યા પણ હતા અને શાળા ના દરેક બાળક ને સ્વચ્છતા કીટ આપી ને જીવન માં સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું હતું . આ તકે શાળા પરિવાર તરફ થી પ્રિન્સિપાલ નિલેશ મકવાણા એ ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેકટર અને સમગ્ર પોલીસ પરિવાર નો આભાર માન્યો હતો.

રિલેટેડ ન્યૂઝ