દ્વારકામાં કેબીનેટ મંત્રી બેરાનું સન્માન કરતા ભાણવડના વેપારી

દિવસભરના ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રીતોએ આપી હાજરી

ભાણવડ ખંભાલીયાના સંયુકત ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી મુળુભાઇ હરદાસભાઇ બેરા પરિવાર દ્વારા તાજેતરમાં દ્વારકા ખાતે નુતન ઘ્વજા આરોહણનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. દિવસભરના ધાર્મિક કાર્યક્રમમાં બેરા પરિવાર સહીત હજારો આમંત્રીતોએ ભગવાન દ્વારકાધીશના દર્શન સહીત મહાપ્રસાદનો અલભ્ય લાભ લીધો હતો.કેબીનેટ મંત્રી મુળુભાઇ હરદાસભાઇ બેરાની ધાર્મિક ભાવનાને બીરદાવવા માટે ભાણવડના વેપારી અગ્રણી અતુલભાઇ પતાણી, રાડીયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુભાષભાઇ રાડીયા, તેમજ મુકેશભાઇ મશરુ સહીતે આ તકે મુળુભાઇ બેરાને શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ