જામરાવલ નજીકના માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર

કલ્યાણપુર તાલુકામાં આ વર્ષે ભારે વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને રાવલ વિસ્તારમાં પડેલા નોંધપાત્ર વરસાદથી ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જામ રાવલ ગામ નજીક ગામને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. આ વચ્ચે તાલુકામાં મુશળધાર વરસાદના કારણે સાની ડેમમાં પાણીની આવક અવિરત રીતે ચાલુ રહેતા રાવલ-કલ્યાણપુર વચ્ચેના રસ્તા પર ગોઠણબુડ પાણી જોવા મળ્યા હતા. તાલુકાના પાનેલી-કલ્યાણપુર-સૂર્યાવદર ગામે ઉપરવાસના વિસ્તારોમાં વરસાદી પાણીની વિપુલ આવક સાની ડેમમાં ચાલુ હોવાથી હાલ ખાલી રાખવામાં આવેલા સાની ડેમના પાણીનો પ્રવાહ સતત વધતો જોવા મળ્યો હતો. જે સૂર્યાવદર પાસેના પુલ પરથી વહેતા પાણીથી અવર-જવર પરના માર્ગ પર પૂર જેવા પાણી વહેતા હોવાથી આ વિસ્તારમાં અવરજવર માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ