ધામળેજ સમુદ્રના કાંઠેથી ડ્રગ્સના 9 પેકેટ મળ્યા : તપાસનો ધમધમાટ

ગીર સોમનાથ એસઓજી અને એફએસઓજીની ટીમ ઘટના સ્થળે

ગીર સોમનાથ જીલલામાંથી પાચ કરોડ ત્રીસ લાખ નું ડ્રગ્સ બિનવારસી ઝડપાયેલ જેમા 9 પેકેટમાંથી 2 પેકેટ ખૂલેલી સ્થિતિમાં મળ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કાંઠેથી ડ્રગ્સ મળી આવવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ધામળેજ બંદરના સમુદ્ર કાંઠેથી બિનવારસી હાલતમાં 9 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. જે પૈકી 2 પેકેટ ખૂલેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા. ગીર સોમનાથ એસ.ઓ.જી. તથા એફ.એસ.એલ. સહિતની ટિમો સથળ પહોચી છે.
સુત્રાપાડા વિસ્તારના ધામળેજ ગામે દરીયા કિનારેથી રૂા.5,30,00,000 ના માદક
પદાર્થ ચરસનો જથ્થો એસ.ઓ.જી. એ પકડી પાડેલ છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેજ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તરફથી ગાંજા, ચરસની બદી સદંતર નાબુદ કરવા માટે ગઘ ઉછઞૠજ ઈંગ ૠઈંછજઘખગઅઝઇં અભિયાનને સફળ બનાવવા અને નાર્કોટીકસની બદીને સંપુર્ણ નેસ્ત નાબુદ કરવા અને એન.ડી.પી.એસ.ના કેસો શોધી કાઢવા આપેલ સુચના મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. પો.ઇન્સ. જે.એન.ગઢવી, પો.સબ ઇન્સ. પી.જે.બાટવાના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી તથા પોલીસ સ્ટાફના માણસો સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન પ્રો.પો.સ.ઇ. જી.એન. કાછડ, એમ.આર. બાંભણીયા, એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બાનવા, દેવદાનભાઇ કુંભરવાડીયા, ગોવિંદભાઇ રાઠોડ, મેરામણભાઇ શામળા, પો.હેડ કોન્સ.ગોપાલભાઇ મોરી, પો.કોન્સ. ધર્મેન્દ્રસિહ ગોહીલ, મેહુલસિંહ પરમાર, મહાવિરસિંહ જાડેજા, રણજીતસિંહ ચાવડા, શ્રીકાંત ચૌહાણ, વિજયભાઇ ઝાલા સહીતનાએ બાતમીના આધારે ધામળેજ ગામે સ્મશાન પાસે કુંડવીયા પીરની દગાહ જવાના રસ્તે દરીયા કિનારેથી બિનવારસુ ચરસના પેકેટો મળી આવેલ જેમા માદક પદાર્થ ચરસ વજન 10,600 કીલોગ્રામ (દસ કીલો છસો ગ્રામ) કી.રૂા.5,30,00,000/- (પાચ કરોડ ત્રીસ લાખ) અગે સુત્રાપાડા પોલીસમા એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો નોધેલ છે.

રિલેટેડ ન્યૂઝ