રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા નાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ તિરંગા યાત્રામાં જોડાયા હતા.દેશભરમાં યોજાઈ રહેલ ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો સહિત ગામના રાજકીય આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાનાઓ યુવાનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.જામકંડોરણાના મામલતદાર કે.બી સાંગાણી, તાલુકા વિકાસ અધિકારી જે.પી. વણપરીયા, જામકંડોરણા પીએસઆઇ વિ.એમ ડોડીયા સહિત જામકંડોરણા પોલીસ સ્ટાફ હોમ ગાર્ડ તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. આ તિરંગા યાત્રા જામકંડોરણા ની ઈન્દિરા નગર પ્રાથમિક શાળાએથી પ્રસ્થાન કરી જામકંડોરણા ના વિવિધ માર્ગો પર પસાર થઈ વંદેમાતરમ, ભારતમાતા કી જય ના ગગનભેદી નારાઓ સાથે આઝાદી રંગે રંગાઈ ગ્યું હતું આ તિરંગા યાત્રા જામકંડોરણા ના સરદાર પટેલ ચોક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે યાત્રા પુર્ણ કરાય હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ગઢડાના જલાલપુર ગામના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ સન્માન મળ્યુ
ગઢડા(સ્વામીના) તાલુકાના જલાલપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકને શિક્ષક શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપી અધિકારીઓના... -
ઓખાની પરિણીતાને ત્રાસ આપતા પતિ તેમજ સાસુ સામે ફરિયાદ ખંભાળીયા, કલ્યાણપુર તાલુકામાં વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં હાલ રહેતી અને અરવિંદભાઈ રામદાસભાઈ પાબારીની 42 વર્ષની પરિણીત પુત્રી અંજનાબેન દીપેશભાઈ... -
ઉના પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસવડાનાં અધ્યક્ષ સ્થાને શાંતી સમિતીની બેઠક યોજાઇ
તહેવારોને અનુલક્ષી ચર્ચા કરી કોમી એખલાસ સાથે તહેવારની ઊજવણી કરવાં અનુરોધ કરાયો ઊના તાલુકા અને શહેરી...