Jai Hind

તળાજામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમા એકતા દર્શન થયા

ધર્મ ટકશેતોજ વર્ણ ટકશે,વર્ણમા વહેંચાયા વગર એકબનો : રમજુબાપુ

વિશ્વ હિન્દુ પરિષદ ને 60 વર્ષ પૂર્ણથતા હિંદુ સંમેલન યોજવાના આયોજનના ભાગરૂપે આજે તળાજા ખાતે બોલાવાયેલ હિંદુ સંમેલન મા પટેલ બોર્ડિંગ નો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. એ જોતા હિંદુ વધુ સંગઠિત થયાના દર્શન થયા હતા.
આ અવસરે ભારદ્વાજબાપુ એ જે ધર્મની રક્ષા કરશે ધર્મ તે વ્યક્તિ ની રક્ષા કરશે જણાવ્યું હતું.રમજુબાપુ એ એક ભૂતકાળમા એકથી વધુ સંતાનો હોય સાધુ કે શહીદ થવા માટે મોકલતા હતા.આજે એક સંતાન હોયડર ની લાગણી અનુભવીએ છીએ.આથી સંતાન વધુ હોવા જોઈએ ની અપીલ સાથે માંસ મદિરા થી દુર રહેવા અપીલ કરી હતી.તેઓએ ટકોર કરી હતીકે ધર્મ ટકશે તોજ વર્ણ ટકશે.વર્ણ મા વહેંચાયા વગર સંગઠિત બનવા હાંકલ કરી હતી.પોતે અડધી રાત્રે પણ જરૂર જણાયે ફોન કરવા જણાવ્યું હતુ.જયદેવશરણ બાપુ(કોબડી) એ તેજાબી વકતવ્ય આપી ને હિન્દૂ ની ઓળખ તિલક,શિખા અને જનોઈ છે.તલવાર અને કટાર રાખતા શીખવું પડશે.તેઓએ રાણા પ્રતાપ,અને શિવાજી ને અનુસરવા હાંકલકરી હતી.મહેશભાઈ વ્યાસ,હરદેવગીરી બાપુ સહિતના વક્તાઓએ આગામી દિવસોમા વધુ સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો.દરેક સમાજ,ક્ષેત્રના આગેવાનોને મંચપર સ્થાન આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા.વક્તાઓના વક્તવ્ય સમયે જય જય શ્રીરામના નારાઓ થી માહોલ શૌર્યતા સાથે ધર્મમય બનતો જતો હતો.

સરકાર ગૌચરણ આપે
મહામંડલેશ્વર રમજુબાપુ એ મંચપર ઉપસ્થિત ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ને સંબોધીને અપીલ કરી હતીકે સરકાર મા રજુઆત કરજો કે ગૌચરણ ગાયના નિભાવ માટે આપવામાં આવે.