સુત્રાપાડાના મોરડિયામાં જશુભાઇ બારડની ચોથી પુણ્યતિથિ ઉજવાશે

લોઢવા,તા.22
સોરઠના આહિર રત્ન અને સમગ્ર ગુજરાતભરમાં આહિર સમાજને ગૌરવ અપાવનાર એવા પૂર્વ સાંસદ જશુભાઇ ધાનાભાઇ બારડની તા.25ના રોજ ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે સુત્રાપાડા તાલુકા આહિર યુવક મંડળ દ્વારા સુત્રાપાડા તાલુકાના મોરડીયા ગામે શિવ મંદિર ખાતે સ્નેહભીના સંભારણા તેમજ સર્વ સમાજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જશુભાઇ બારડને શબ્દોની શ્રધ્ધાંજલિ સવારે 9 થી 10 તેમજ સર્વ સમાજ બ્લડ ડોનેશન કેમ્પ સવારે 9 થી 5 કલાક સુધી રાખવાનું આયોજન કરવામાં આવેલ છે.
તા.25ના રોજ જનજનના લોક નેતાને સાચી શ્રધ્ધાંજલિ અર્પવા સવારે 9 થી ક્લીક સર્વ સમાજ બ્ડલ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી આ દિવસે લોકકલ્યાણ દિવસ તરીકે ઉજવીએ અને સ્નેહભીના સંભારણા કાર્યક્રમમાં અવિસ્મરણીય જશુભાઇને શ્રધ્ધાંજલી આપવા માટે ઉપસ્થિત રહેવા માટે સુત્રાપાડા તાલુકા આહિર યુવક મંડળ તેમજ સમસ્ત મોરડીયા ગામ સમસ્ત દ્વારા સુત્રાપાડા તાલુકા આહિર યુવક મંડળ પ્રમુખ ધાનાભાઇ રામ દ્વારા એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ