ભાદરમાં પાણી પ્રદુષણ માટે બદનામ થયેલ જેતપુરમાં હવે પ્રોસેસ હાઉસ અને કારખાનાઓની ચીમની માંથી કાળા ભમર ધુમાડા આકાશમાં ફેલાવવા લાગ્યા છે અને શિયાળો શરૂ થઈ ગયો હોવાથી ઠંડીને લીધે આ કાળા ભમર ધુમાડામાં રહેલી કોલસાની ઝીણી ભૂકી જમીન ઉપર પથરાવા લાગી છે અને હવામાં ભળવાને લીધે લોકોને શ્વાસમાં પણ જાય છે
વિગત એવી જાણવા મળે છે કે જેતપુરમાં હવે પાણી પ્રદૂષણ બાદ વાયુ પ્રદુષણ ફેલાવ લાગ્યું છે જેતપુરના ઘણા બધા કારખાનાઓમાં પ્રતિબંધિત હોવા છતાં પણ તેમની ચીમનીઓમાં કોલસો વાપરવામાં આવી રહ્યો છે જેને કારણે જેતપુરમાં હવામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ખાસ કરીને ધોરાજી રોડ પાંચપીપળા રોડ નવાગઢ વગેરે વિસ્તારમાં આ વાયુ પ્રદુષણ વધુ જોવા મળી રહ્યું છે
આ ચિમનીઓમાંથી નીકળતા કોલસાની કાળી ભૂકી અગાસીમાં પથરાઈ જતી હોવાથી બહેનોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અગાસીમાં કપડાં સૂકવી શકાતા નથી કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ પણ તડકામાં મૂકી શકાતા નથી. જેતપુરમાં આવેલી પાણી પ્રદૂષણ કચેરીના અધિકારીઓ આ વાત જાણતા હોવા છતાં કોઈ જ કાર્યવાહી થતી ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.
