જેતપુરના ડેડરવા સુધી પહોંચ્યા ડાલામથ્થા, ત્રણ બકરાઓનું મારણ

સીમમાં વસતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો
જેતપુર તાલુકાના ડેડરવા અને આરબ ટીંબડી ગામની સીમમાં દ્વારકા થી આવેલા માલધારીઓએ પોતાના 150 જેટલા ઘેટા બકરા સાથે પડાવ નાખ્યો હતો આ હરતા ફરતા માલધારીઓનું જીવન ધોરણ ઘેટા બકરા ની આવક ઉપર આધારિત હોય છે.ગઈકાલે રાત્રિના ચાર વાગ્યાના સુમારે ત્રણ સાવજોએ આવી અને તેમના ઘેટા બકરા ઉપર હુમલો કરેલ હતો અને જેમાં ત્રણ બકરાને મારી અને મારણ કર્યું હતું બાકીના ઘેટા બકરા સીમમાં ભાગી જતા બચી ગયા છે. આ માલધારી બહેન જણાવે છે કે દેકારો થતા અમે જાગી ગયા અને લાકડી લઇ હોકારા પડકાર કરતા દોડીયા ત્યારે ત્રણ સાવજો દોડી અને નાસી ગયા હતા આમ સાવજ છેક જેતપુરના સીમાડા સુધી પહોંચી ગયા છે.

રિલેટેડ ન્યૂઝ