ધારીના ત્રબુકપુરની બાળકીને ફાડી ખાનાર દીપડો આખરે પાંજરે પુરાયો

દીપડો પાંજરે પુરાતા લોકોમાં રાહત

અમરેલી જિલ્લામાં સિંહ, દીપડા, શિયાળ, વરૂ તથા રખડું શ્વાન જેવાં પ્રાણીઓ હવે માનવ વસ્તીમાં ગામે ત્યારે ઘુસી આવી માનવીઓ અથવા તો પાલતુ પ્રાણીઓ ઉપર હુમલાઓ કરવાનાં બનાવમાં ભારે વધારો જોવાં મળ્યો છે. ગત શુક્રવારના સાંજનાં ધારી તાલુકાના ત્રબુકપુર ગામે દીપડાએ એક વર્ષની બાળકીને ફાડી ખાધાની ઘટનાં બનતાં ચોપગાના આંતકના કારણે જંગલ કાંઠાના વિસ્તારમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. હતું ત્યારે ચાર દિવસની જહેમત બાદ આજે આ માનવભક્ષી દીપડો પિંજરે પુરાયો છે.
અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાના ત્રબુકપુર ગામે રહેતાં અને ખેતી કામ કરતાં અર્જુન નિનામાના પત્નિ શુક્રવાર સાંજનાં સમયે પોતાના રહેણાંક મકાને પોતાની બાળકી રિન્કુને પોતાની બાજુમાં બેસાડી ચુલા ઉપર રોટલી બનાવતી હતી. તે સમયે અચાનક એક કદાવર દીપડો આવી ચડી અને માતાની નજર સામે જ બાળકીને ઉંચકીને ભાગ્યો હતો. ત્યારે પોતાની વહાલસોયી પુત્રીને બચાવવાં માટે થઈ માતાએ હાથમાં રહેલ વેલણ સાથે દીપડાની પાછળ જ દોટ મૂકી અને વેલણનો ઘા દીપડાને મારી દઈ અને મદદ માટે બુમો પાડી બાળકીને બચાવનો પ્રયત્ન કરતા આસપાસના અનેક લોકો દોડી આવેલ હતાં. પરંતુ આ બાળકીને બચાવવામાં સફળ નહીં મળતાં અને શોધખોળ કરતા થોડે દૂરથી રિન્કુ નામની બાળકી મૃત હાલતમાં મળી આવેલ અને દીપડો ઘટના સ્થળેથી ભાગી ગયેલ હતો.
આ બનાવ અંગે વન વિભાગ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવતાં વનવિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચી અને ઘટના સ્થળે અને આસપાસના સ્થળે કુલ 7 પાંજરા મૂકવાં આવેલ અને આ માનવ ભક્ષી દીપડાને પિંજરે પુરવા અને પાંજરા મૂકવાની કવાયત હાથ ધરેલ હતી ત્યારે આજે માનવભક્ષી દીપડાને પિંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળેલ છે. જેને લઈ લોકોમાં થોડી રાહત જોવા મળી છે.

રિલેટેડ ન્યૂઝ