જાફરાબાદના ટીંબી ગામે પોસ્ટ માસ્તરે રૂ.65950ની ઉચાપત કરતા ફરિયાદ

વિમા પોલીસીના નાણા ગ્રાહક પાસેથી ઉધરાવી સરકારમાં જમા ન કરતા છેતરપિંડીની ફરિયાદ

રોકાણ કરતાં લોકો બેન્ક કરતાં પણ વધુ વધુ વિશ્વાસ અને ભરોશો પોસ્ટ વિભાગ ઉપર કરતાં હોય છે. ખાસ સિનિયર સિટિઝન લોકો સારૂ વ્યાજ મળે તે માટે થઈને પોસ્ટ ઓફિસમાં પોતાના જીવનની મરણ મૂડીનું રોકાણકાર કરે છે. ત્યારે કેટલાંક પોસ્ટ કર્મીઓ પોતાનાં અંગત સ્વાર્થ ખાતર સરકારી નાણાંની ઉચાપત કરતાં હોય છે. ત્યારે લોકોમાં અને ખાસ કરીને સિનિયર સિટિઝનમાં ભારે કચવાટ જોવાં મળે છે. ત્યારે આવો જ એક બનાવ 15 વર્ષ પહેલાં બન્યો હતો તે બનાવાની હવે પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ગત તા.5/1/15થી તા.8/3/21ના સમયગાળા દરમિયાન ચલાલા નજીક આવેલ લાખાપાદર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતાં અને હાલ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા હરિકૃષ્ણ મુકુંદરાય ઠાકરે લાખાપાદર બ્રાંચ પોસ્ટ ઓફિસના વીમા પોલીસીના બે ધારકો પાસેથી તથા ટાઇમ ડીપોઝીટના એક ઘારક પાસેથી કુલ રૂપિયા 65,950 અલગ અલગ સમયે ઉઘરાવી લઈ અને તેની ગ્રાહકો પાસે રહેલ પોસ્ટ વિભાગની બુકોમા નોંધ પણ કરી આપી હતી. પરંતુ તેમણે ઉઘરાવેલ રૂપિયા પોસ્ટ વિભાગના રજીસ્ટરોમા કરવાની થતી નોંધ નહિ કરી તે રૂપિયા પોસ્ટ વિભાગના સરકારી હિસાબમાં જમા નહિ કરાવી કુલ રૂપિયા 65,950 ની ઉચાપત કરી પોસ્ટ વિભાગના ગ્રાહકો તથા પોસ્ટ વિભાગ સાથે ગુન્હાહિત વિશ્વાસધાત ઠગાઇ કર્યાં અંગેની ચલાલા પોલીસમાં નિરિક્ષક સજ્જનકુમાર લીલુરામ દ્વારા નોંધાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ