સીસી રોડમાં કોઇ સુચના બોર્ડ નહી મુકાતા લોકો પરેશાન
ભીમનાથ રોડમાં છેલ્લા દોઢ એક વર્ષથી પરિસ્થિતિ ભયંકર છે તંત્રની ઘોર બેદરકારી ને કારણે લોકોને રાહદારીઓ વિદ્યાર્થીઓને દર્દીઓ હાલાકીમાં મુકાઈ રહ્યા છે ઘેડ પંથકનો મુખ્ય રસ્તો હોય કોઈ જ ડ્રાવઝનન કે વૈકલ્પિક રસ્તા વગર વારંવાર કામ ચાલુ કરી દે છે લોકોને મુસીબતમાં મૂકી દેશે હાલ ભીમનાથ રોડ ઉપર જે ગટર બનાવ્યા પછી ઉપર સીસી રોડનો કામ ચાલુ હોય કામ તો ફક્ત અંદાજિત 700 મીટર ની લંબાઈ ત્રણથી પાંચ ફૂટ પહોળાઈમાં સીસી રોડ બનાવવાનો હોય છતાં પણ છેલ્લા છ સાત દિવસથી ગોકળગાયની ગતિએ આ કામ કરી રહ્યા છે અને કોઈ જ ઢગ ધડા વગરનું આ કામકાજ બે જવાબદારી પૂર્વક ચાલી રહ્યું છે એક છેડે નગરપાલિકાના ક્ધટેરર મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો સામે છેડેથી લોકો આ છેડે પહોંચે ત્યારે તેઓને ખબર પડે કે રસ્તો બંધ છે કોઈ જ નીતિ નિયમનું પાલન થતું નથી જવાબદારોની ભૂંડી ભૂમિકા વર્તાઈ રહી છે.
આ કામ કઈ એજન્સીને આપવામાં આવ્યો છે કેટલી રકમનું ટેન્ડર છે એવું જાણવા મળી રહ્યું છે કે આ ભૂગર્ભ નું કામ અને તેમાં સીસી રોડ બનાવ્યા પછી ઉપર ડામર રોડ પાથરવાની એક વાત સંભળાઈ રહી છે પરંતુ આ બાબતે અત્યારથી જ ભયંકર ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તે રીતના તંત્ર જવાબ આપી રહ્યું છે એક વર્ષ પહેલા સીસી રોડ બનાવ્યો હતો તે રોડ છ જ મહિનામાં નેટ નાબૂદ થયો અને અમુક લોકોનું કહેવું છે કે આ ભ્રષ્ટાચારને ઢાંક પીછોળો કરવા માટે ભૂગર્ભ ગટર ખોદી તે ગટર રીપેરીંગ ના નામે છેલ્લા દોઢ વર્ષથી લોકોને મુસીબતમાં મૂકી દીધા અને રસ્તામાં ચાલ્યા જેવી પણ સ્થિતી રેવા નથી દીધી. તેવી લોકો વાત કરી રહ્યા છે.
