રોમીયોગીરી કરતા આવારા તત્વો છેડતી તથા પજવણી કરતાં જણાઈ તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અનુરોધ
તાલાલા શહેર પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને સલામતી માટે તાલાલા શહેર તથા પંથકની નવ સ્કૂલ, કોલેજ, હોસ્ટેલના સંચાલકો, આચાર્યો તથા સ્કુલ વાહન ના ડ્રાઈવરો સાથે ખાસ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલાલા પોલીસ સ્ટેશનના પી.આઇ.જે.એન.ગઢવીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ.યાશીનશાહ શાહમદારના અધ્યક્ષ સ્થાને સ્કુલ,કોલેજના સંચાલકો તથા સ્કૂલ વાહનના ડ્રાઇવરોની અગત્યની બેઠક મળી હતી જેમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા ધ્યાને લઈ સ્કુલ,હોસ્ટેલ વિસ્તારની આજુબાજુ અસામાજિક તત્વોની હિલચાલ જણાઈ તથા વિદ્યાર્થીનીઓ સાથે રોમીયોગીરી કરી આવારા તત્વો છેડતી તથા પજવણી કરતાં જણાઈ તો કોઈ પણ જાતનો ડર કે સંકોચ રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.સ્કુલ,હોસ્ટેલ વિસ્તારમાં ફેરીયાઓ,લારી વાળા તથા ખાનગી વાહનો દ્રારા નબીરાઓ રસ્તામાં હેરાન પરેશાન કરતા હોય તો પોલીસ સ્ટેશને જાણ કરવા જણાવ્યું હતું. સ્કુલના સંચાલકોએ વિધાર્થીઓની સુરક્ષા ધ્યાને લઈ સ્કુલ વાહનના ડ્રાઇવરો નું પોલીસ સ્ટેશને વેરીફીકેશન કરાવી ડ્રાઈવર ની તમાંમ માહિતી સ્કુલ નાં સંચાલકો તથા આચાર્યો એ રાખવા ખાસ સુચનાઓ આપી હતી.અંતમા પોકસો એકટ તથા ગુડ ટચ,બેડ ટચ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ બેઠકમાં તાલાલા પંથકની સ્કુલના સંચાલકો આચાર્ય તથા સ્કુલ વાહનના ડ્રાઈવરો ઉપસ્થિત રહી પોલીસ કામગીરીમાં સહકાર આપવા તત્પરતા વ્યક્ત કરી હતી.
