સોમનાથના સાન્નિધ્યમાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાની હાજરીમાં કાર્યક્રમો યોજાયા

કાર્તિકી પૂર્ણિમાના મેળામાં માયાભાઈ આહિર અને કિર્તીદાન ગઢવીની જોડીએ લોકસાહિત્ય-લોકગાયનમાં રંગ જમાવ્યો

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ ગવર્નર) શ્રી મનોજ સિંહાએ દ્વાદશ જ્યોતિર્લિંગમાનાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના દર્શન-સંધ્યા આરતી કરી અને સોમનાથના સાન્નિધ્યે અંતિમ ચરણમાં પહોંચેલા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરી માણ્યો હતો.
કાર્તિકી પૂર્ણિમાના મેળાના અંતિમ દિવસે ઉપરાજ્યપાલશ્રીએ દીપ પ્રાગટ્ય કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં માયાભાઈ આહિર અને કિર્તીદાન ગઢવીની જોડીએ લોકસાહિત્ય અને લોકગાયનમાં રંગ જમાવ્યો હતો.
આ સાંસ્કૃતિક કાર્યક્રમને જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા સહિત અધિકારીઓ-કર્મચારીઓ અને નાગરિકોએ મનભરી માણ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ