તાલાલાના જાવંત્રી ગીર ગામે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો

250 સગર્ભા મહિલાઓ તથા બાળકોની આરોગ્યલક્ષી તપાસણી કરી જરૂરી દવાઓ અપાઇ

તાલાલા તાલુકાના ગીરના જંગલની બોર્ડર ઉપર આવેલ જાવંત્રી ગીર ગામે સગર્ભા બહેનો,સ્ત્રી રોગ તથા બાળરોગ નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.
જાવંત્રી ગીર ગામના યુવા સરપંચ અલ્તાફભાઈ બ્લોચ નાં સહયોગ થી યોજાયેલ નિ:શુલ્ક મેડિકલ કેમ્પ માં પ્રભાસ હોસ્પિટલ(સોમનાથ) ના સ્ત્રી નિષ્ણાત તબીબ ડો.નગ્મા મામટી તથા બાળરોગ નિષ્ણાત ડો.સૈફ પરમાર દ્વારા સગર્ભા મહિલાઓ તથા બાળકોની તપાસણી કરવામાં આવી હતી.આ આરોગ્ય સેવાયજ્ઞમાં જાવંત્રી ગીરના આજુબાજુના સાત ગામોમાંથી 250 જેટલી મહિલાઓ તથા બાળકોએ લાભ લીધો હતો.તમાંમ લાભાર્થીઓની સંપૂર્ણ લોહીની તપાસ તેમજ સગર્ભા દરમ્યાન રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપી જરૂરી દવાઓ આપવામાં આવી હતી.સગર્ભાવસ્થાની યોગ્ય સંભાળ અને સુરક્ષિત માતૃત્વ પ્રોત્સાહિત કરવાના મુખ્ય ધ્યેય સાથે યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા ગામના યુવાનોએ જબરી જહેમત ઉઠાવી હતી.આ સેવાયજ્ઞમાં હોસ્પિટલ નાં પ્રેસિડેન્ટ બસીરભાઈ,વાડલા ગામના યુવા સરપંચ ધવલભાઈ કોટડીયા, સામાજીક કાર્યકર વિજયભાઈ હિરપરા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ