ઓવરબ્રિજના કારણે આંટો વધી જતા મહિલાઓને ભારે મુશ્કેલી
જેતપુરના ધોરાજી રોડ ઉપર રેલ્વે દ્વારા ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હોવાથી ફાટકની બહારના આશરે 10 થી 12 હજાર લોકો મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને નાના વાહન ચાલકો અને બહેનોને ખૂબ જ મુશ્કેલી અવરજવરમાં પડી રહી છે એક કિલોમીટર જેટલા લાંબા ઓવર બ્રિજને ચાલીને પસાર કરવો પડતો હોવાથી તથા આ ઓવરબ્રિજ ઉપર પુર ઝડપે જતા વાહનોને લીધે અકસ્માત થવાની પૂરી શક્યતા રહેલી છે
15 દિવસ પહેલા તથા ગઈકાલે આ વિસ્તારની બહેનોએ ચક્કાજામ કર્યા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો પણ રેલ્વે સત્તાવાળાઓ ધ્યાન દેતા નથી આ સમસ્યાનો વહેવારું ઉકેલ કાઢવો જોઈએ
બહેનોનું કેવું છે કે જો ખોડલધામ જવાના રસ્તા ઉપર રેલવેના પાટાની નીચે ગરનાળુ બનાવી શકાતું હોય તથા અમદાવાદના રાણીપમાં આ રીતે ઓવરબ્રિજ બનતા લોકોને મુશ્કેલી ઊભી થઈ હતી જેથી રેલવે સત્તાવાળાઓએ તાત્કાલિક પગલાં લઈ અને નાના વાહનો ની અવરજવર તથા રાહદારીઓ જઈ શકે તે માટે તાત્કાલિક રેલવેના પાટાની નીચે ગરનાળું બનાવવામાં આવીને ઉકેલ કાઢેલ છે એ જ રીતે જેતપુરમાં પણ ધોરાજી રોડ ઉપર રેલવેના પાટાની નીચે નાનું ગરનાળું બનાવીને નાના વાહનોને અવર-જવર તથા આ વિસ્તારના લોકો ચાલીને જઈ શકે તે માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી ઉકેલ લાવવાની જરૂર છે
આ પ્રશ્ન હલ કરવા જેતપુરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ વિસ્તારની મુલાકાત લઇ પ્રશ્નો હલ કરે તેવી લોકોની માંગ છે.
