જાફરાબાદના ખારવા સમાજનું ગૌરવ લેખક વિષ્ણુ ભાલિયાને અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ એનાયત

2 ડિસેમ્બર 2025 ના રોજ અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર શહેર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત ઉપાસકોને ’અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને નિર્ણાયક ટીમ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ચિત્રકલા, સાહિત્ય, પ્રકાશન, સંશોધન, નૃત્ય, સંગીત, લોકવાદ્ય, લોકસાહિત્ય, પર્યાવરણ, હેરિટેજ સંવર્ધન, હસ્તકલા, પ્રવાસન, લેખન, શિક્ષણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ભવાઈ, પત્રકારત્વ વગેરે ક્ષેત્રે કામ કરતા લોકોને સન્માનિત કરવામાં આવે છે.આ બાબતે અમરેલી જિલ્લામાંથી બે વ્યક્તિઓ આ એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા. શ્રી વિષ્ણુભાઈ ભાલિયા લેખન માટે અને શ્રી વિપુલભાઈ ભટ્ટી લોકવાદ્ય માટે. જેમને તારીખ 2 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે આ એવોર્ડ અર્પણ થયો હતો. આ સમારોહમાં માન. નાયબ મુખ્યમંત્રીશ્રી શ્રી હર્ષ સંઘવી ખાસ હાજર રહ્યા હતા. તેમજ આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી. કે. લહેરી, અતુલ્ય વારસોના સંસ્થાપક શ્રી કપિલ ઠાકર, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ ક્ધઝર્વેશન ના મેનેજિંગ ડાયરેક્ટર રામભાઈ સવાણી, અધિક કલેકટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, જાણીતા કલાકાર શ્રી અન્નપુર્ણા શુકલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જાણીતા કથાકાર એવા પરમ પૂજ્ય મોરારીબાપુ એ પણ ભાલીયા ને સન્માનિત કર્યા હતા તેમજ તેમની નવલકથા ખારા પાણીને ખૂબ જ પ્રસિદ્ધ થઈ હતી આ એવોર્ડ મળતા સ્થાનિક કવિ શ્રી હેમાળવીર શશીભાઈ રાજ્યગુરુ તથા લોકસાહિત્યકાર જોરુભાઈ ધાખડા તથા સાહિત્ય લેખક જે.પી ડેર તથા જાફરાબાદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયેશભાઈ ઠક્કર ખારવા સમાજના ગરણીઓ તથા બોટ એસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી તથા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તથા ટીંબી યાડના પ્રમુખ ચેતનભાઇ શિયાળ શ્રી હર્ષદભાઈ મહેતા કેળવણી કાર શ્રી હસન ભાઈ ધશરી વગેરે હર્ષની લાગણી અનુભવી હતી.

રિલેટેડ ન્યૂઝ