ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જુનાગઢ દ્વારા લેવામાં આવેલ બી.એ.સેમે:- 01 ની પરીક્ષામાં માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજે 98.7 ટકા પરિણામ લાવી શૈક્ષણિક ક્ષેત્રે અનેરી સિદ્ધિ મેળવેલ છે. જેમાં ટાંક કૃષિબેન પ્રથમ ક્રમાંક, સોલંકી ધ્રુવીબેન દ્વિતીય ક્રમાંક તથા મેઘનાથી દર્શનાબેન તૃતીય ક્રમાંક મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે. ઉતિણે થયેલ સર્વે વિદ્યાર્થીની બહેનોને મેનેજિંગ ટ્રસ્ટી મકવાણા કૃષ્ણકુમા,પ્રિન્સિપાલ મણવર ગીરીશ ભાઈ તથા સમગ્ર સ્ટાફગણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ.