પોલીસ તપાસ શરૂ, ઓળખ શરૂ કરી મૃતદેહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
ઉના તાલુકાના ભેભા ગામના તળાવમાંથી આજે સાંજે એક પુરુષનો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ હતી.મૃતદેહ તળાવમાં હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ ઉના પોલીસને કરવામાં આવતા, પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહ ઊંધો પડ્યો હોવાથી તેની ઓળખ થઈ શકી ન હતી. પોલીસે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યા બાદ જ તેની ઓળખ થઈ શકશે.ગ્રામજનોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે ગામમાંથી એક પુરુષ ગુમ થયેલ છે. તેમના પરિવારજનો આ મૃતદેહ તેમનો હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે.પોલીસ તપાસ બાદ જ મૃતદેહની સાચી ઓળખ થશે કે તે ગામના કોઈ વ્યક્તિનો છે કે અન્ય કોઈનો. તેમજ મૃતદેહ તળાવમાં કેવી રીતે પડ્યો તે અંગેની વિગતો પણ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે.