માળીયાહાટીના તાલુકાના જલંધર ગીર ગામમાં 2012 થી વોર્ડફોનનો ટાવર જલંધર ગીર ગ્રામ પંચાયતની હદમાં આવેલ છે આ વોડાફોન નો ટાવર જે દિવસથી જલંધર ગીરમાં ઊભો કર્યો છે તે પછી કંપનીએ જલંધર ગીર ગ્રામ પંચાયતને વ્યવસાય વેરો નક્કી કર્યો હોવા છતાં પણ આજ સુધી ભરેલો નથી જલંધર ગીર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભાનુબેન ભીમાભાઇ રબારી એ છેલ્લા ત્રણ ત્રણ વર્ષ થયા વ્યવસાય વેરો ભરવા માટે લેખિત મૌખિક કંપનીના મેનેજર ને. અમદાવાદ ખાતે રજૂઆત કરી છે તેમ છતાં આજ સુધી કંપનીના અધિકારીઓ વ્યવસાય વેરો ભરપાઈ કરતા નથી જેથી જલંધર ગીર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ભાનુબેન ભીમાભાઇ રબારીએ કંપનીને નોટિસ ફટકારી 15 વર્ષથી રૂપિયા 4 લાખ આસપાસ નો વ્યવસાય વેરો તાત્કાલિક ભરવા માટેની નોટીસ ફટકારી છે નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ટૂંક સમયમાં વ્યવસાય વેરો નહિ ભરો તો તમારા ટાવરને સીલ કરી જરૂર પડીએ ડિમોલિશન કરવાની ફરજ ગ્રામ પંચાયતને પડશે તેવી ચેતવણી પણ સરપંચ ભાનુબેન ભીમભાઇ રબારીએ આપી છે.