શરમ કરોશરમ કરો, રોડ રસ્તા સારા કરોના નારા સાથે વિરોધ કરતાં અઅઙ નેતાઓની પોલીસે અટકાયત કરી
જૂનાગઢ હાઈવે ઉપર જર્જરિત રોડ સંદર્ભે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ અજઅઙ પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયા દ્વારા ’રોડ સમાધિ’ નો પ્રતિકાત્મક કાર્યક્રમ આપ્યો હતો.આમ આદમી પાર્ટીના નેતા ધાર્મિક માથુકિયા, સલીમ મુઘલ, અલફેઝ મંધરા, જય ટોપિયા સહિત અનેક નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા શરમ કરો…શરમ કરો…રોડ રસ્તા સારા કરોનાં બેનર સાથે ખરાબ રસ્તાને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ધોરાજી જુનાગઢ ફાટક પાસેનો પુલ બનતા અહીંનો રોડ ખખડધજ હાલતમાં છે. લોકોને ભારે હાલાંકી પડી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ લોકોની સમસ્યાનું નિરાકરણ જલદી આવે તે માટે વિરોધ કરી રહ્યા છે. પરંતુ વિરોધ કરી રહેલા અઅઙ નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
રોડ સમાધિ લેતા આમ આદમી પાર્ટીના નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે ધોરાજી જુનાગઢ ફાટક પાસે જે પુલ બની રહ્યો છે તેનું કામ ખૂબ જ ગોકળ ગતીએ ચાલી રહ્યું છે. અનેક રજૂઆતો કરી છતાં પણ કોઇ નિરાકરણ આવ્યું નથી. વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો તે પણ એકદમ કાચો છે. એક વર્ષથી રજૂઆત કરતા છતાં આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આ ધોરાજીનો મુખ્ય માર્ગ છે, અહીંથી ઘણા પ્રવાસીઓ, દવાખાને જતા દર્દીઓ, કારખાને કામ કરવા જતા લોકો સહિત અનેક લોકો પસાર થાય છે. આ લોકોને રોજ હાલાંકી ભોગવવી પડે છે. અમે ધોરાજીની જનતા વતી લડવા માટે નીકળ્યા છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. અહીં કોંગ્રેસ પણ પોતાનો પક્ષ રાખવા માટે તૈયાર નથી, ત્યારે ધોરાજીની જનતા વતી આમ આદમી પાર્ટીની ટીમ આ લડત લડવા માટે મેદાને આવી છે. આશ્ચર્યજનક કાર્યક્રમ આપતી વખતે ધોરાજી પોલીસે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.