Jai Hind

બગદાણાના સરપંચ પર હુમલો કરનારા સામે કાર્યવાહીની કોળી સમાજની રજુઆત

ગીર સોમનાથ જીલ્લાના 9 બંદરોના કોળી સમાજના આગેવાનોએ હોસ્પિટલે સરપંચની મુલાકાત લીધી

3-1-2026 ના ગુજરાત કોળી માછીમાર સમાજ મહામંડળ દ્વારા મહુવા મુકામે બગદાણાના સરપંચને આવારા તત્ત્વો દ્વારા જે જીવલેણ હુમલો કરવામા અવ્યો ટેબાબતે સરપંચ નવનિત ભાઈ બલાધિયાની મહુવા મુકામે હનુમંત હોસ્પિટલ ખાતે ગુજરાત કોળી માછીમાર સમાજ મહામંડળ ના પ્રમુખ જેન્તીભાઈ સોલંકી અને કોળી જ્ઞાતિ નવ સમાજના પ્રમુખ કાલીદાસ ભાઈ વંશ ભીડીયા સંયુક્ત કોળી સમાજના ઉપ પટેલ લક્ષ્મીકાંતભાઇ, કાન્તિભાઈ સોલંકી, કોટડા કોળી સમાજના પટેલ બાબુભાઈ બારીયા, સુત્રાપડાના પટેલ કાનજીભાઈ ચાવડા, હિરાકોટ કોળી સમાજના પટેલ રતિલાલભાઈ બામણીયા,નવાબંદરના કોળી સમાજના પટેલ ભરતભાઈ વાજા, કોટડા કોળી સમાજના મંત્રી રામભાઇ તેમજ આગેવાનો, જાફરાબાદ કોળી સમાજના બોટ એસોયિેશનના પ્રમુખ હમિરભાઈ સોલંકી અને મહુવા કથપર બંદરના મતસ્યોધગ સહકારી મંડળીના પ્રમુખ દીપકભાઈ બાંભણીયા અને માઢવાડ કોળી સમાજના ઉપ પટેલ વીરજીભાઈ અને આગેવાનો દ્વારા નવનીતભાઇ બલાધિયાની મુલાકાટ કરી આશ્વાસન આપ્યું અને તેમને યોગ્ય ન્યાય મળે તે માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમાની મુલાકાત કરી રજૂઆત કરી હતી.