ખાંભાના વતની પ્રો.મિતકુમાર ઠકરારે ર001 માં નાનકડા ગામમાંથી કૌન બનેગા કરોડપતિમાં પહોંચવા પ્રયાસો આદરેલા જે રપ વર્ષે સફળતામાં પરીણમ્યા
સોની ચેનલ પર ધ ગ્રેટ એક્ટર અમિતાભ બચ્ચન જેનું સંચાલન કરી રહ્યા છે તેવા ’ કૌન બનેગા કરોડપતિ’ જેવા શાનદાર શોમાં હાલમાં તારીખ 23/12/2025 ના રોજ પ્રસારિત થયેલા એપિસોડમાં હોટ સીટ પરથી રમનારા સરકારી પોલિટેકનિક કોલેજ અમદાવાદના પ્રોફેસર મિતકુમાર ઠકરારની ધઞશની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. તેઓ અમરેલી જીલ્લાના ખાંભાના વતની છે.
પ્રોફેસર મિતકુમાર ઠકરાર એ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમે જીવનમાં લક્ષ્ય નક્કી કરો અને તેની પાછળ થાક્યા વગર મહેનત કરો તો એક દિવસ ચોક્કસ સફળતા મળે જ છે.આ પ્રોફેસર મિતકુમારે પણ ભારત દેશની અન્ય તમામ જનતા ની જેમ જ ’કૌન બનેગા કરોડપતિ’ જેવા શોમાં હોટ સીટ પર પહોંચવાનું અને અમિતાભ બચ્ચન જેવા સદીના મહાનાયક ને મળવાનું સ્વપ્ન લગભગ છેલ્લા 25 વર્ષથી સેવતા હતા.હા,બિલકુલ કહી શકાય કે તેમણે હોટ સીટ સુધી પહોંચવા માટે પૂરા 25 વર્ષ તપ કર્યું અને ધીરજ ધારી ક્યારે તેમને સફળતા મળી
જોકે તેઓ નાના હતા ત્યારે ભણવામાં પણ હંમેશા અવ્વલ જ રહેતા અને ૠઙજઈ પાસ કરીને જ્ઞરરશભયિ બનવાનું લક્ષ્ય તેમણે ખૂબ નાનપણથી નક્કી કર્યું હતું. પરંતુ મૂળ તેઓ શિક્ષકના પુત્ર હોવાથી તેમણે શિક્ષણ ક્ષેત્રમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. તેઓ ખાંભાની જે.એન. મહેતા હાઈસ્કૂલના(રિટાયર્ડ) શિક્ષક શ્રી કે.એલ.ઠકરારના પુત્ર છે. અને હાલમાં અમદાવાદ ખાતેની પોલિટેકનિક કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા બજાવી રહ્યા છે. કૌન બનેગા કરોડપતિની સીઝન 2 થી તેમને પણ એમ થયું કે હું પણ મારા જ્ઞાનના બડળે આવા નામદાર શોમાં હોટ સીટ સુધી કેમ ન પહોંચુ?.તો બસ એમણે નક્કી કર્યું કે એક ને એક દિવસ હું જરૂરથી બચ્ચન સાહેબની સામે હોટ સીટ પરથી આ ખેલ રમીશ. ત્યારથી તેઓ દરેક સિઝનમાં રજીસ્ટ્રેશન ચાલુ થાય ત્યારથી મંડી પડે.અને બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરે. જ્યારે 2001 થી તેઓએ આ પ્રયત્ન કરવાનું ચાલુ કર્યું ત્યારે એ સમયમાં મોબાઇલનો તો જમાનો જ ન હતો પણ તેમના ઘરે પણ ફોન ન હતો. તેથી જઝઉ ઙઈઘમાં જઈને અડધી રાત્રે પણ તેઓ રજીસ્ટ્રેશન કરતા હતા. આમ જુઓ તો આપણા ભારત દેશની કરોડો જનતા તેમાં ભાગ લેવા ઉત્સુક હોય છે અને રજીસ્ટ્રેશન પણ કરોડોની સંખ્યામાં થતું હોય છે.જ્યારે આ રજીસ્ટ્રેશન શરૂઆતમાં કરતા ત્યારે આ પ્રોફેસર અમરેલી જિલ્લાના નાનકડા એવા ખાંભા ગામમાં રહેતા હતા. ત્યારે એમને એક પણ વખત એવું ન થયું કે જ્યાં આટલા લોકો રજીસ્ટ્રેશન કરતા હોય ત્યાં મારો વારો ક્યારે આવશે? અને કેવી રીતે આવશે? બસ લક્ષ્ય નક્કી હતું કે હોટ સીટ સુધી પહોંચવું છે. અને એના માટે જેટલા પ્રયત્નો કરવા પડે એના માટે એમની તૈયારી હતી.
સતત 25 વર્ષ સુધી થાક્યા વગર કે નિરાશ થયા વગર કે જરા પણ ઉત્સાહ ઓછો થયા વગર તેમણે સતત રજીસ્ટ્રેશન અને પ્રયત્નો કર્યા. ઊંઇઈ શોમાંથી ફોન આવે તે પ્રશ્ર્નોના જવાબ આપે અને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ માટે ફાઇનલ કોલ આવે તેની રાહ જુએ.પરંતુ કદાચ 2025માં જ તેની કિસ્મત ઝળકવાની હશે એટલે વચ્ચેના આટલા લાંબા સમયગાળા દરમિયાન તેમને આ ફાઇનલ કોલ ન આવ્યો.તેમ છતાં તેઓ પોતાના લક્ષ્યમાંથી ડગ્યા નહીં કે મહેનત અને કોશિશ પડતા મૂક્યા નહીં.જનરલ નોલેજની બુક્સ પણ એટલી વાંચે. આખરે પ્રોફેસર મિત કુમારની ધકશ અને મહેનત રંગ લાવી. 25 વર્ષ બાદ તેમણે હોટ સીટ સુધી પહોંચવાના તમામ પગથિયાં પાર કર્યા. આખરે ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટ માટે તેમનું સિલેક્શન થયું છે એનો કોલ પણ આવ્યો. બસ પછી તો એ 10 ક્ધટેસ્ટન્ટ માંથી હોટ સીટ સુધી પહોંચવાની સફળ તો એ પૂર્ણ કરી શકે એટલા સક્ષમ અને વિદ્વાન તો હતા જ. અને આખરે જ્યારે મહાનાયક અમિતાભ બચ્ચનના મુખેથી જ્યારે એનાઉન્સ થયું કે સબસે તેજ જવાબ મિત કુમાર ઠકરાર ત્યારે એમની ખુશીની કોઈ સીમાના રહી આ દિવસ માટે તેમણે ઘણા વર્ષો તપ અને મહેનત કર્યા હતા. હવે એમને એમનું સ્વપ્ન અને અથાગ મહેનત અને પ્રયત્ન સફળ થતા લાગ્યા.
જ્યારે એમનું નામ બોલાયું ત્યારે ખૂબ જ આનંદની સાથે તેઓ દોડીને અમિતાભ બચ્ચન પાસે આવ્યા અને એમને પગે લાગ્યા તો સામે અમિતાભ બચ્ચને પણ તેમને નમન કર્યા જે તેમના માટે ખૂબ આહલાદક પળો હતી. હોટ સીટ પર પહોંચીને બચ્ચન સાહેબ સાથે કોન બનેગા કરોડપતિ ગેમ રમીને જે અદભુત પળો માણી તેનું તેમના પરિવાર, સગા સંબંધીઓ, તેમના સાથી કર્મચારીઓ અને તેમના વિદ્યાર્થીઓ તમામને ખૂબ ગૌરવ છે.