હાલ 1100 ખેડૂતો ની મગફળી ખરીદી બાકી રહીં છે તે પણ એક અઠવાડિયામાં ખરીદી લેવાશે: રૈયાણી : 4 હજાર ખેડૂતોને 50 કરોડનું ચુકવણું કરી દેવાયું
ઉના તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા નવેમ્બર માસ થી ખેડૂતો ની ટેકા ના ભાવે મગફળી ખરીદવાનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા બાદ અઢી માસ ના ટુંકા સમય દરમિયાન 3.95 લાખ ગુણી ની ખરીદી કરી ઈતિહાસ રચ્યો છે આ ખરીદી ની અંદાજીત રકમ રૂ.100 કરોડ 33 લાખ જેટલી થવા પામેલ છે જેની સામે સરકારે ખરીદ કરેલ ટેકા ના ભાવે મગફળી ની રકમ ખેડૂતો ના ખાતામાં અત્યાર સુધી માં અંદાજે 45 થી 50 કરોડ થી વધુ રકમ જમા કરાવી ચુકવી દીધી હોવાનું સત્તાવાર રીતે સંધ ના મેનેજર ગીરીશભાઈ રૈયાણી એ જણાવ્યું હતું
ખેડૂતો એ સરકાર ને વહેચેલ મગફળી ના પૈસા ખેડૂતો ને મળી રહ્યા છે પરંતુ વર્તમાન પરિસ્થિતિ એ છે કે હજુ 1100 ખેડૂતો ની મગફળી ખરીદી કરવા ની બાકી હોય અને હાલ જે 3.95 લાખ ગુણો ની ખરીદી થઈ જવાથી સરકાર દ્વારા રાખવામાં આવેલ ગોડાઉન માં ગુણી રાખવાની જગ્યા નહી હોવાના કારણે ખરીદાયેલી મગફળી 1.25 લાખ ગુણી ગીરગઢડા રોડ પર આવેલા ખુલ્લા મેદાન થપ્પા લગાડી રાખવામાં આવેલ છે આ તમામ મગફળીનો જથ્થો સરકાર ના ગોડાઉન સુધીના પહોંચે ત્યાં સુધી મગફળીની ખરીદી હાલ પૂરતી બંધ કરવામાં આવેલ છે.
હાલ ઉના માં અન્ય ગોડાઉન ની વ્યવસ્થા કરવામાં આવેલ છે તે સીવાય ખરીદેલ મગફળીને મોરબી પણ મોકલવામાં આવે છે ખરીદ વેચાણ સંઘ ના મેનેજર ગિરીશભાઈ રૈયાણી એ જણાવેલ કે હાલ રોજ 10 હજાર ગુણો ઉના ના ગોડાઉન તેમજ મોરબી મોકલવા માં આવે છે તેથી હજુ જે 1100 ખેડૂતો ની મગફળી ખરીદવાની બાકી છે એ એક અઠવાડિયા દરમિયાન ખરીદી કરી લેવાશે ખરીદવામાં આવેલી જે મગફળી છે તે વજન કરી ને રાખેલ છે પરંતુ તે ખરીદી ના સમયે વજન કર્યું હોય પણ હાલ શિયાળા ની ઋતુ હોવાથી વજન ઘટવા લાગે છે વજન ઘટ્યું હોય એ મગફળી ગોડાઉન માં જાય તો સંસ્થા ને નુકશાની વેઠવી પડે માટે હાલ જે ખરીદેલી મગફળી સરકાર ના ગોડાઉન સુધી પહોંચ્યા બાદ આગળ ખરીદી ચાલુ કરીશું તેવું ખરીદ કેન્દ્ર ના અધિકારી એ મિડીયા ને જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખરીદી ઉના કેન્દ્રે કરી: મેનેજર
સૌરાષ્ટ્ર મા સૌથી જડપી અને વધું મગફળી ઉના ખરીદ વેચાણ સંઘ ના કેન્દ્રો પર કરવામાં આવી છે અત્યાર સુધી મા 3.લાખ 95 હજાર ગુણી મગફળી ખરીદી કરી ઈતિહાસ રચ્યો છે હાલ ગ્રાઉન્ડ પર 1.25 લાખ ગુણી સ્ટોક હોવાથી ખરીદી બંધ કરી દેવામાં આવી છે આ માલ સરકારી ગોડાઉન માં રવાના કર્યા બાદ બાકી રહેલા 1100 ખેડૂતો ને મેસેજ આપી બોલાવામાં આવશે 100કરોડ અને 33 લાખ ની ખરીદી થયેલ છે જે પૈકી 50 કરોડ નું ચુકવણું સરકાર દ્વારા ચાર હજાર ખેડૂતોને કરી દીધું છે હાલ 6હજાર ગુણી મોરબી અને 7 હજાર ગુણી ઉના ગોડાઉન માં રાખવામાં આવી છે જેમ જેમ ગોડાઉન ની વ્યવસ્થા થઈ રહીં છે તેમ માલ સરકારી ગોડાઉન એ મોકલાઈ રહ્યો છે તેમ ખેડૂતો ને તેના માલ ની રકમ ખાતાં મા જમા થઈ રહી હોવાનું મેનેજર ગીરીશભાઈ રૈયાણી એ જણાવ્યું હતું