Jai Hind

વાંકાનેર-જડેશ્ર્વર રોડ પર દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ આઇશરમાં ચોરખાનામાં પુઠાની આડમાં 4944 બોટલ દારૂ ઝડપાયો

વાંકાનેર-જડેશ્ર્વર રોડ પર રાત્રિ દરમિયાન મોરબી એલ.સી.બી. પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લાના હદમાં આવેલ સંગમ હોટલ પાસેથી પૂંઠા ભરેલ એક આઇસર ગાડીમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે આ કેસમાં કુલ રૂ. 22,28,090/-નો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી લીધા છે.
મોરબી એલસીબી ને મળેલ બાતમીના આધારે વાંકાનેર ના રાતીદેવડી ગામ નજીક વોચ દરમિયાન આઇસર નંબર ૠઉં03ઇઢ1451 ગાડી રોકી ચેક કરતા પૂંઠા ની આડમાં તેમાં બનાવેલા ગુપ્ત ખાનામાં વિદેશી દારૂ ભરેલો હોવાનું જાણવા મળ્યું હતું.એલસીબી ટીમે ખાનું ખોલવી ચેક કરતા તેમાંથી 4944 નાની બોટલ દારૂની મળી આવી હતી.સાથે જ બે આરોપીઓ સલમાન ઉર્ફે સબ્બો કાસમભાઈ જામ અને સોયેબ ઉમરભાઈ જામને પકડી પાડવામાં આવ્યા છે જેમની પ્રાથમિક પૂછપરછ માં અન્ય આરોપી મેહુલભાઈ ગોવિંદભાઈ સાબરીયા (રહે. થાનગઢ, સુરેન્દ્રનગર)નું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.એલસીબી ટીમે આઇસર ગાડી રૂ. 12,00,000/-, 4944 બોટલ વિદેશી દારૂ જેની કિંમત કુલ રૂ. 8,10,480/,મોબાઇલ અન્ય સામાન સહિત કુલ રૂપિયા 22,28,090/કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.