એક વર્ષ પહેલા ભાઈ સામે થયેલી ફરીયાદનો બદલો લેવા બીજા ભાઈએ બાઈક તોડી નાખી
ઉના તાલુકાના કોબ ગામે ગત મોડી રાત્રિના સમયે અગાઉના મનદુ:ખના કારણે ઘર પાસે પડેલી બાઈક ને લોખંડના પાઈપથી તોડફોડ કરી ધમકી આપ્યા અંગે નવાબંદર મરીન પોલીસ કોબ ગામના યુવાન વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ ધમધમતી કરી છે
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોબ ગામે રહીં મંજુરી કામ કરતાં લશુબેન ઉર્ફે લાલીબેન રમેશભાઈ એ તેજ ગામના હાર્દિક ભરતભાઈ બારૈયા વિરુદ્ધ પોલીસમા ફરીયાદ નોંધાવી હોય તેનું મનદુ:ખ રાખીને હાર્દિકના ભાઈ વિશાલ ભરતભાઈ બારૈયાએ લોખંડના પાઈપ સાથે લાલીબેન રમેશભાઈના ઘરે પહોંચી ઘરની બહાર રાખેલ બાઈક નંબર જી જે 329841 ની તોડફોડ કરતાં તાત્કાલિક લાલીબેન રમેશભાઈ અને તેનું પરીવાર જાગી જતાં રાડો રાડ કરતાં આરોપી વિશાલ ભરતભાઈ બારૈયા નાશી છુટયો હતો અને મારી નાખવાની ધમકી આપતા તાત્કાલિક 112 ને ફોન કરતાં કોબ ગામે પહોંચી આરોપીની શોધખોળ કરતા નાશી છુટયો હતો આ બાબતે પોલીસે હાર્દિક ને ગાડી મા બેસાડી લાવતા તેણે પોલીસ થી બચવા પોતાના માથા ભટકાવવા લાગ્યો હતો આ તમામ હકીકતો ત્યાં ફરીયાદી ના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરા માં કેદ થતાં નવાબંદર મરીન પોલીસ એ વિશાલ ભરતભાઈ બારૈયા વિરુદ્ધ ગુન્હો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી