સાયબર ડાયરામાં લોકોની મોટી હાજરી
હાલની મોબાઇલ ટેક્નોલોજી ના સમયમાં સાયબર ફ્રોડ ના બનાવો ખુબજ વધવા પામ્યા છે આવા સાયબર લુંટારાઓ ના લોકો મોટા પ્રમાણમાં ભોગ બની રહ્યા છે ત્યારે આવા સાયબર એટેક ના બનાવો હાલમાં રોજ બરોજ ની ઘટના જેવા સાવ સામાન્ય થઈ પડયા છે આજે સાંજે 7 વાગ્યે અહીંના બાવલા ચોકમાં ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા આજના ડીઝીટલ યુગમાં સાયબર ફોડ થી બચવા અને લોકો ને જાગૃત કરવા એક અનોખા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં કડકડતી ઠંડીમાં પણ આગેવાનો વેપારીઓ ભાઈઓ બહેનો ની વિસાળ હાજરી વચ્ચે સંબોધતા ધોરાજી અજઙ સિમરન ભારદ્વાજે લોકોને સાયબર ફોડ અંગે માહીતી આપતા જણાવેલછે કે લોક શૈલીમાં સાયબર જાગ્રુતિ નો આનંદ માણવા અને છેતરપિંડી થી બચવા માર્ગદર્શન આપતા જણાવેલ કે લોકો મોબાઇલ ટેક્નોલોજી નો જરૂર પુરતો ઉપયોગ કરે અને તેનો ભોગ બનનારે તાત્કાલીક પોલીસ ને જાણ કરવી આ કાર્યક્રમમાં ઉપલેટા ઙઈં બી આર પટેલ સહિત ના પોલીસ અધિકારીઓ ન.પા ના પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિત મોટી સંખ્યામાં શહરીજનો હાજર રહ્યા હતા.