Jai Hind

ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગત જનની માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ રંગેચંગે ઉજવાયો

સવારથી બપોર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું: મોટી સંખ્યામાં માઈ ભક્તો “અંબે માતકી જે” ના નાદ સાથે 5555 પગથિયા ચળી, માં ના દરબારમાં પહોંચ્યા

આજે ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગત જનની મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ હોય, અહીંની શક્તિ પીઠ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, તે સાથે આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો “અંબે માતકી જે” ના નાદ સાથે 5555 પગથિયા ચડી, માં ના દરબારમાં.પહોંચ્યા હતા, અને આજના પાવન પવિત્ર માતાજીના ધન્ય દિવસે શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.આજે અંબાજી માતાજીનો પ્રાગટ્ય દિવસ નિમિતે વહલી સવારથી ગીરનાને ટોચ પર આવેલ મા અંબાજીના મંદિરે શ્રી સુકતાના પાઠ યોજાયા હતા. આ સાથે હવન અને આભિસેક સાથે નિજ મંદિરના શિખર ઉપર ધજા ચાવવામા આવી હતી, બપોરે માતાજીની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આજે સવારે 7 વાગ્યાથી બોપરના 12 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢના ગિરનાર પર આવેલ શક્તિ પીઠના માં અંબાજી માતાજીનો પ્રાગટીય દિવસ અને ઉદયપીઠનો અનેરો મહિમા છે, હિન્દૂઓના મહાન દેવી તરીકે પૂજાતા પૌરાણિક કાળના આરાધ્ય દેવીનું આ મંદીર ગુપ્ત કાળમાં બંધાયેલું હોવાની માન્યતાઑ રહેલી છે. તો બીજી તરફ ભગવાન વિષ્ણુંએ સુદર્શન ચક્ર વડે દેવીના બાવન ટુકડા કર્યા હતા અને જ્યાં જ્યાં ટુકડા પડ્યાં ત્યાં સક્તિપીઠોનું નિર્માણ થયું હતું. જેમાં મતાજીનો પેટનો ભાગ જ્યાં પડેલો તે ગિરનાર પર્વત પર અંબાજી મંદિર તરીકે બિરાજમાંન ઉદયપીઠ તરીકે ઓળખાય છે.
પુરાણ કથાઓના ઉલ્લેખ મુજબ ભગવાન શંકરના સસરા દક્ષ પ્રજાપતિ રાજાએ બ્રહસ્પતિ યજ્ઞનું આયોજન કર્યું હતું. જેમાં દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રણ આપેલું પરંતુ એકમાત્ર પોતાના જમાઈ શિવજીને નિમંત્રણ આપ્યું ના હતું.તેમ છતાં અત્યંત દુખી થતાં પાર્વતીજીએ પિતાના આંગણે આવડો મોટો યજ્ઞ થઈ રહ્યો હોય જેમાં મારા પતિ શિવજીને આમંત્રણ નથી તેમ જણાવી યજ્ઞમાં ગયા હતા. ત્યાં પહોચતાંની સાથે પિતા દ્વારા પોતાના પતિ ભગવાન શંકરની નિંદા સહન ના થતાં પાર્વતીજીએ યજ્ઞ કુંડમાં પડી પોતે દેહનો ત્યાગ કરી દીધો હતો. જે વાતથી વ્યથિત થયેલ ભગવાન શિવજી એ પાર્વતીજીના નિશ્ચેતન દેહને ખંભે ઊંચકી તાંડવ કરવા રચ્યું હતું. જે એટલું રુદ્ર હતું કે, બધા દેવતાઓ ડરી ગયા હતા. અને ભગવાન વિષ્ણુંને પ્રાથના કરી પણ ભગવાન અતિ ક્રોધિત હતા કોઈનું માન્યા નહીં. ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્ર વડે દેવીના બાવન ટુકડા કરી નાખ્યા હતા. અને જે જગ્યા એ માતાજીના દેહના ટુકડા પડ્યા ત્યાં શક્તિ પીઠ સ્થપાઈ, એમાં પેટનો ભાગ ગિરનાર પર પડ્યો તેથી અંબાજી મંદિર તરીકે બિરાજમાંન ઉદયપીઠ તરીકે ઓળખાય છે. આમ આ મંદિરનું ઘણું મહાત્વ છે.