Jai Hind

સાંસદ ખેલ સ્પર્ધામાં ગજેરા કેમ્પસ જ્ઞાન શક્તિનો ડંકો, પ્રથમ સ્થાન પર ઝળહળ્યું

સાંસદ ખેલ મહોત્સવમાં જિલ્લા લેવલે અને તાલુકા લેવલે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન અમરેલી ખાતે થયું. હતું, જેમાં તાલુકા કક્ષાએ 7 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો. જ્યારે જિલ્લા કક્ષાએ 10 ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ જ્ઞાન શક્તિ સ્કૂલના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુવર્ણ પદક મેળવેલ હતો.
રસ્સા ખેંચ સ્પર્ધાનુંમાં ભાગ લેનાર ખેલાડી હડિયા હેતસ્વી, ઉમરેટીયા રાજવી, ઉમરેટીયા માધવી, ગોરસિયા ધર્મી, સોજીત્રા નાર્મી, વિજુડા આસ્થા, લુણાગરિયા કેનિશા, ગોંડલીયા વિશ્વા, સાવલિયા સાત્વી, હરીપરા વૃંદા, બાવળિયા ક્રિષ્ના, નકુમ તૃપ્તિ સહિતનાં ખેલાડીઓએ રસ્સા ખેંચ ટીમે સુવર્ણ પદક પ્રાપ્ત કરી સિધ્ધી હાંસલ કરી. શાળા પરિવાર અને તેમજ અમરેલી જિલ્લાનું નામ રોશન કરેલ છે.
અત્રે નોંધનીય છે કે, વિદ્યાર્થીઓને દરેક રમત ગમતમાં નિયમિત પ્રેક્ટિસ માટેનું મજબૂત પ્લેટફોર્મ સંસ્થા તરફથી પૂરું પાડવામાં આવે છે. જેથી વધુ સારી રીતે રમત-ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ ઉજવળ સિધ્ધીઓ પ્રાપ્ત કરી રહયા છે. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ રસ્સા ખેંચ ખેલાડી ટીમ, તેમજ કોચ કુનતિયા બિપીનભાઈને અભિનંદન પાઠવ્યા હતા. તેમ વિદ્યાસભાની યાદીમાં જણાવેલ છે.