કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા નગર. કોડિનાર ખાતે ભારત સરકારએ લાગુ કરેલ વિકસિત ભારત ગ્રામીણ જી રામજી અધિનિયમ ની સંક્ષિપ્ત માહિતી માટે નો એક સેમીનાર નું આયોજન કરેલુ મંસસ્થ મહેમાન કોડિનાર તાલુકા વિકાસઅધિકારી બગથરિયા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાં વડા જીતેન્દ્ર સિંહ તથા સરપંચ સંધ નાં પ્રમુખ કનુભાઈ લાખણોત્રા તથા કૃષિનિષ્ણાત રમેશ ભાઈ રાઠોડ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નો તમામ સ્ટાફ ગણ કોડિનાર તાલુકાના દરેક ગામના સરપંચ શ્રી ઓ તથા ગ્રામ પંચાયત બોડીના સદસ્યો આજના સેમિનાર નો મુખ્ય એજન્ડા ભારત સરકાર શ્રી દ્વારા લોકસભા અને રાજ્ય સભામાં પસાર કરેલું નવું વિધેયક બિલ (જી રામજી ) વિશે વિસ્તૃત માહીતી આપેલ. મનરેગા યોજનામાં જે ક્ષતિ જણાય તેનો સુધારો કરી અને નવા (જી.રામજી) યોજનામાં 100દિવસ ને બદલે 125દિવસ રોજગારી આપવાની ગેરંટી આપેલ. તેમજ દરેક કામ નું સ્થળ: ઉપર નુ જીયો ટેકિંગ કરી અને કામ પૂર્ણ થયા પછી ચોક્કસાઈ કરી અને બિલ મંજુર કરવું તદ ઉપરાંત ખેતીવાડી ની ખેડૂતોની સીઝન ચાલું જણાય તે સમયે (જી રામજી) યોજના ચાલુ થશે નહી. આ રીતે યોજનામાં આજના સમય અનુસાર આમૂલ સુધારા કરી અને મંજૂર કરેલ વિકસીત ભારત ગ્રામિણ જી રામજી અધિનિયમ બિલ વિષે છણાવટ કરેલ. સરપંચ સંઘ વતી આજ નવા બિલ ને અમે દરેક સરપંચોએ આવકારેલ. તેમજ દેશના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહ મંત્રી શ્રી અમિત ભાઈ શાહ નો આભાર વ્યક્ત કરેલ હતો.