Jai Hind

ચેક રિટર્નના બે જુદાજુદા કેસમાં સુત્રાપાડાની કોર્ટ દ્વારા બે આરોપીઓને સજાનો હુકમ

સુત્રાપાડા ખાતેની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ હેઠળના બે જુદા-જુદા કેસો માં બે આરોપીઓને એક-એક વર્ષની સજા તથા દંડ નો હુકમ કરેલ છે.આ બન્ને કેસની વિગતો અંગે એડવોકેટ હમીરભાઇ વાળા એ જણાવેલ કે, સુત્રાપાડા તાલુકા નાના ખેડૂત સેવા સહકારી મં. લી. ખાંભા, તા.સુત્રાપાડા ના મંત્રી જીવાભાઈ દેવદાસભાઈ પરમાર એ સુત્રાપાડા ની કોર્ટ માં કેસ દાખલ કરેલ જેમાં બારડ અશોકભાઈ જીવાભાઈ, રહે.અમરાપુર સામે નેગોશીએબલ ની કલમ 138, 142 મુજબ ફરીયાદ કરેલ જેમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી સંસ્થા એ આરોપી ને લાંબા ગાળાનું ધિરાણ કરેલ અને તે ધિરાણ ના હપ્તા પેટે રૂા.3 લાખ નો ચેક આપેલો જે ચેક સંસ્થાએ બેંકમાં જમા કરાવતા નાણા ન હોવાથી પરત ફરેલ હતો. કોર્ટમાં ફરીયાદ જીવાભાઈ દેવદાસભાઈ પરમાર, યોગેન્દ્ર રાઠોડ, જિલ્લા સહકારી બેંકના કર્મચારી અરવિંદકુમાર ડોડીયા તેમજ જુદા-જુદા દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ ત્યારબાદ જયુડી. મેજી. ની કોર્ટ એ આરોપી બારડ અશોકભાઈ જીવાભાઈ ને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ પુરતો અવેજ દિવસ 30 માં આપવાનો હુકમ કરેલ છે.આ ઉપરાંત બીજા કેસમાં સુત્રાપાડા તાલુકા નાના ખેડૂત સેવા સહકારી મં.લી. ખાંભા, તા.સુત્રાપાડા ના મંત્રી જીવાભાઈ દેવદાસભાઈ પરમાર એ બારડ રામસિંગભાઈ સીદીભાઈ, રહે.અમરાપુર સામે નેગોશીએબલ ની કલમ 138, 142 મુજબ ફરીયાદ કરેલ જેમાં જણાવ્યા પ્રમાણે સંસ્થાએ આરોપી ને લાંબાગાળાનું ધિરાણ કરેલ તે ધિરાણ ના હપ્તા પેટે રૂા.પાંચ લાખ ચાલીસ હજાર નો ચેક આપેલ જે બેંકમાં જમા કરાવતા નાણા ન હોવાથી પરત ફરેલ હતો. આ કેસમાં પણ ફરીયાદી જીવાભાઈ દેવદાસભાઈ પરમાર, યોગેન્દ્ રાઠોડ, જિલ્લા સહકારી બેંકના કર્મચારી અરવિંદકુમાર ડોડીયા સહિતના જુદા જુદા દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ ત્યારબાદ ફરિયાદ સાબિત માની જયુડી. મેજી. ની કોર્ટ એ આરોપી બારડ રામસીંગભાઈ સીદીભાઈ ને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ પુરતો અવેજ ફરીયાદીને દિવસ 30 માં આપવાનો હુકમ કરેલ છે.