ધ્રોલ પાસે હરીપર ગામ ખાતે શ્રી ગોરડીયા દાદા હનુમાનજી મંદિરના દિવસે ધાર્મિક મહોત્સવ પ્રસંગે આદરોલી માજી સૈનિક સંગઠન અને ગરડીયા હનુમાન મંદિર સેવા સમિતિ દ્વારા સંયુક્ત રીતે બે દિવસે મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં તારીખ 2 અને 3 જાન્યુઆરીના રોજ સવારે 10:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી કાર્યક્રમ યોજાયેલ. આ રક્તદાન કેમ્પમાં અત્રેના ધાર્મિક પ્રસંગે આવતા ભાવિકો તરફથી 507 જેટલી બોટલનું રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવેલ રક્તદાનની કામગીરીમાં શ્રી એમ પી શાહ સાહેબ સરકારી મેડિકલ કોલેજ અને ત્રીજી ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગર તરફથી સહયોગ સાપડેલ. આ પ્રસંગે 57 જેટલી રક્તદાનની બોટલો એકત્ર કરવા બદલ હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી આયોજકોને અભિનંદન પાઠવેલ. આ પ્રસંગમાંથી સૈનિક સંગઠનના પ્રમુખ ગીરીરાજસિંહ એ આ કેમ્પના રક્તદાન કરનાર જાતાઓ તથા સેવાભાવી યુવાનોનો આભાર વ્યક્ત કરેલ.