આદમખોર સિંહણને પકડવાના ઓપરેશન દરમ્યાન છોડાયેલ ઇન્જેકશન ભુલથી વનકર્મીને લાગી જતા બેભાન થયેલ
વિસાવદરના નાની મોણપરી ગામમાં માસૂમ બાળકને ફાડી ખાનાર ચાનવભક્ષી સિંહણને પાંજરે પૂરવા નયેલી વન વિભાગની ટીમ પર કુદરતે રૂટ્યો હોય તેવી ઘટના બની છે. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલું એનેસ્થેસિયાનું ઇન્જેક્શન ભૂલથી વન વિભાગના ટ્રેકરને વાગતા, ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું છે. ગીરના ઇતિહાસમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના હોવાનું મનાય છે.રવિવારે વિસાવદરના નાની મોણપરી ગામે 4 વર્ષના શિવમ નામના બાળકને સિંહણે કાડી ખાતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ માનવભક્ષી સિંહણને પકડવા માટે વન વિભાગે યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહણની લોકેશન મળતા જ તેને બેભાન (ઝફિક્ષિીશહશુય) કરવા માટે વનકર્મીઓ દ્વારા ગન ચલાવવામાં આવી હતી. જોકે, કમનસીબે આ ગનમાંથી છૂટેલું ઇન્જેક્શન સિંહણને લાગવાને બદલે ત્યાં હાજર વન વિભાગના ટ્રેકર અશરફભાઈ ચૌહાણને વાગી ગયું હતું. સામાન્ય રીતે સિંહ જેવા જંગલી જાનવરને બેભાન કરવા માટે આપવામાં આવતા ડોઝની માત્રા ખૂબ જ વધારે હોય છે. આ ભારે માત્રાનું ઇન્જેક્શન શરીરમાં પ્રવેશી જતાં અશરફભાઈની તૈબિયત તુરંત લથડી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રવિવારે રાતથી અશરફભાઈની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબીબોની ભારે જહેમત છતાં, આજે વહેલી સવારે તેમણે દમ તોડપો હતો. એક વનકર્મીનું કરજ દરમિયાન આ રીતે અકસ્માતે મોત થતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર સ્ટાફમાં ગમગીની છવાઈ ગઈ છે.