મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે એસ.ટી. બસ યમદૂત બની: ઘરમાં શોક છવાયો
સાવરકુંડલા પાસે અમરેલી-મહુવા બાયપાસ પર આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મહુવા-જામનગર રૂટ પર દોડતી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (જીએસઆરટીસી – એસ.ટી.) બસની અડફેટે એક આધેડ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.મૃતકની ઓળખ સાવરકુંડલાના રહેવાસી કનુભાઈ ખીમજીભાઈ નગવાડિયા (ઉં.વ. 55) તરીકે થઈ છે. મળતી માહિતી અનુસાર, કનુભાઈ પોતાના વ્હીકલ પર સવાર થઈને સાવરકુંડલાથી મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન જઝ બસના ડ્રાઈવરે અચાનક અડફેટે લીધી હતી, જેના કારણે કનુભાઈને આશરે 30 ફૂટ સુધી ઢસડાયા હતા. આ ગંભીર અડફેટેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.આ સમાચારથી કનુભાઈના પરિવારજનો તેમજ આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના વધુ હૃદયદ્રાવક બની છે. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.