Jai Hind

ભાવનગરના બગદાણા હુમલા અંગે કોળી સમાજના 3 સાંસદો અને 15 ધારાસભ્યોએ મુખ્યમંત્રીની મુલાકાત લીધી

કોળી સમાજના નેતાઓની માંગ મુજબ બગદાણા હુમલા કેસની તપાસ માટે જઈંઝની ટીમ બનાવાય
ભાવનગર જિલ્લાના બગદાણા ના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા 29 ડિસેમ્બર, ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ બનાવ અંગે આજે કોળી સમાજના સાંસદો અને ધારાસભ્યો એ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ની મુલાકાત લઇ રજૂઆત કરી હતી. દરમિયાન બગદાણા બનાવ ની તપાસ કરવા જઈંઝની રચના કરવામાં આવી છે. બગદાણાના કોળી યુવાન ઉપરના હુમલા સંદર્ભે આજે સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને આવી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માગ કરી હતી. જેમાં ત્રણ સાંસદ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. બગદાણા ધામના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશઇયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી છે. ધારીના મદદનીશ પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીનીઅધ્યક્ષતામાં રચાયેલી જઈંઝમાં પોલીસ ઈન્સપેક્ટર એમ.જી જાડેજા, પી.જે.વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે, અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માગ છે. અમે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ મામલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તપાસ કરાવવાની માગણી કરી છે. મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બગદાણા બનાવ અંગે કોળી સમાજ દ્વારા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા બાદ પ્રથમ પીઆઇની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવવાની તપાસ મહુવાના પીઆઇ પટેલને સોંપવામાં આવી હતી. હવે આ તપાસ તેની પાસેથી લઈ સીટની રચના કરવામાં આવી છે. અને સીટની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.