સખ્ત મહેનત, પરિશ્રમથી રાહુલ વંશએ પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી
ઊના તાલુકા મા છેલ્લા બે વર્ષ થી તલાટી મંત્રી તરીકે સેવા કાર્યરત થયેલા ઉત્સાહીત યુવાન રાહુલ પ્રવિણ ભાઇ વંશ તાલુકા પંચાયત હેઠળ આવતી ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે નોકરી મેળવી હતી અને હાલ પાલડી ગામે પંચાયત કચેરીમાં ફરજ બજાવે છે.
પરંતુ રાહુલભાઈ વંશને માત્ર પંચાયતી રાજ સંસ્થામાં નોકરી મળી ગયાં નો સંતોષ હતો પરંતુ એથી પણ આગળ વધારવા ભારે ઉત્સાહિત હોવાથી તેમણે તલાટી મંત્રી ની નોકરી સાથે ગુજરાત કેડરમાં ૠઙજઈની પરીક્ષા ની તૈયારી કરવા લાગ્યો હતો અને સખ્ત મહેનત સાથે ગુજરાત સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર ની પરીક્ષા મા રેન્ક 74 સાથે સફળતા પ્રાપ્ત કરતા તેમના પરીવાર મિત્રો મંડળ અને તલાટી મંત્રી મંડળમાં ખુશીની લાગણી ફેલાઇ છે.
પંચાયત કાયદા ઓ ની સાથે આંકડા શાસ્ત્ર ના માહિર રાહુલભાઈ વંશ ઉના તાલુકાના વતની હોય અને શાંત સ્વભાવના સરળ વ્યક્તિત્વ ધરાવતા સામાન્ય વર્ગ માથી આવે છે અભ્યાસ ક્ષેત્રે પહેલા થીજ મહેનતું હોય અને ગ્રામપંચાયત મા પણ તેઓ ની શ્રેષ્ઠ કામગીરી રહેતી હોય તેઓએ પોતાની કારકિર્દી ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત રહેતાં અને વાંચન ઉપર પુરતું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ટ્રેનિંગ પૂર્વ કર્યા બાદ તુરંત જીપીએસસીપરીક્ષા ની તૈયારી કરીને સફળતા પ્રાપ્ત કરતાં આ વિસ્તારમાં ખુશી ની લાગણી ફેલાઇ છે તેમને શુભેચ્છા સાથે તેમના સાથી મિત્રો ને પણ પ્રેરણા આપી માત્ર તલાટી મંત્રી તરીકે નહી પરંતુ મહેનત કરી જીવન મા પોતે પણ ઉચ્ચ અધિકારી નું સ્થાન મેળવી શકે છે તેવું ઉદાહરણ પૂરું પાડયું હતું.