ખૂનના ગુનામાં પેરોલ પરથી ફરાર તથા પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ તથા આંતરજિલ્લામાં ચોરી કરતા રીઢા આરોપીઓને પકડી પાડી અમરેલી, બોટાદ, જામનગર, રાજકોટ, પોરબંદર જિલ્લાઓમાં થયેલ ચૌદ જેટલી ચોરીઓનો ભેદ બગસરા પોલીસ સર્વેલન્સ ટીમ ઉકેલી નાંખી આરોપીને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ બગસરા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.જે.ગીડાના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સર્વેલન્સ ટીમ ઘરફોડ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલવા માટે સી.સી.ટી.વી કેમેરાની મદદથી સઘન તપાસ કરી સંદિગ્ધ વ્યક્તિઓની ખાનગી રાહે તપાસ ચલાવી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી ચોક્કસ બાતમી મેળવી વડીયા તાલુકાના સનાળી ગામે રહેતાં હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા તથા જસદણ તાલુકાના સોમલપર ગામે રહેતાં રોહિત કવુભાઈ જખાનીયા નામના બે ઇસમોને કોડીનાર પાસેથી પકડી પાડી ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ નં.ૠઉં-05-કઈ-3038 કિમત રૂપિયા 10,000 તથા બીજી મોટર સાયકલ નં.ૠઉં-23-અઉં-8714 કિમત રૂપિયા 15,000, ત્રીજા મોટર સાયકલ નં.ૠઉં-14-છ-1311 કિમત રૂપિયા 5,000 એક એન્ડ્રોઇડ મોબાઇલ કિમત રૂપિયા 5000 તથા બીજો એન્ડ્રોઇડ મોબાઇલ કિમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 40 હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતાં.
ઝડપાયેલ આરોપીઓની પોલીસે ઝીણવટ ભરી પૂછપરછ કરતાં આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઈંઙઈ કલમ 302,34 ૠ.ઙ.અઈઝ કલમ 135 મુજબના ગુન્હાના કામે છેલ્લા પાંચ વર્ષથી જેલમાં હોય અને આઠેક મહિના પહેલા 7 દિવસની પેરોલ રજામાં આવેલ અને પેરોલ પરથી જેલે હાજર ન થઇ છેલ્લા આઠ મહિનાથી ફરાર હોવાની હકીકત જણાઈ આવેલ છે.