સમાજના વિવિધ મુદ્દાઓ પર મનોમંથન
તાજેતરમાં મુંદ્રા ખાતે કચ્છ રાજપૂત સમાજ નું એક વિસાળ સ્નેહમિલન મળેલ જેમા ગુજરાત ભરમાંથી રાજપુત ચુડાસમા સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ રાજપૂત ચુડાસમા સમાજના પ્રમુખ જયવીરસિંહ ચુડાસમા ભડીયાદ ચુડાસમા સમાજના ઉપ પ્રમુખ મહાવીરસિંહ ચુડાસમા ઝિંઝર આર.કે. આંગડિયા વાળા નરેન્દ્રસિંહ ચુડાસમા આંબરડીનાં ઉદ્યોગપતિ માલદેવસિંહ ચુડાસમા ભાયાવદર રાજપૂત સમાજના પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા તથા રાજપૂત ચુડાસમા સમાજ ટીમ ભાયાવદર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાયાવદર રાજપૂત સમાજના પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા એ પોતાના પ્રેરક ઉદ્બબોધન માં રાજયભરમાં રાજપૂત ચુડાસમા સમાજનું સંગઠન વધુ મજબુત બનાવી સમાજ નાં દિકરા દિકરી ઓને વધુ શિક્ષિત બનાવવા ઉપર ભાર મુકયો હતો.