Jai Hind

ઉનાના સનખડા ગામના સરપંચ સામે ગ્રામજનોનો રોષ, સરપંચનું દારૂ સપ્લાયર તરીકે નામ ખુલ્યું

સરપંચ સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવા ડી.જી.પી ને રજૂઆત કરાઇ

ઉનાના સનખડા ગામના સરપંચની તાજેતર માં ગત 22- ડીસેમ્બર 2025 ના ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ બંદર ખાતે એસ.એમ.સી. દ્વારા કરાયેલી રેઈડ દરમિયાન લાખો રૂપિયાના દારૂનો જથ્થો પકડાયેલ તેના મુખ્ય સપ્લાયર અને દારૂના મુખ્ય હેરફેર કરનાર તરીકે સનખડાના સરપંચનું નામ એફ. આઈ. આર.માં ખુલતા તેની સામે તાત્કાલિક પગલા લેવા સમગ્ર ગ્રામજનો એ રાજ્યના ડી જી પી ને રજુઆત કરી છે.
ઉના તાલુકાના સનખડા ગામે સરપંચ તરીકે ફરજ બજાવતા સરપંચ રવિભાઈ ઘનશ્યામસિંહ રાઠોડ કે જે એસ.એમ.સી. ની રેડ દ્વારા જાહેર કરેલી ફરીયાદ મા સનખડા ગામનો મુખ્ય આરોપી હોય તેમજ જુનાગઢ જીલ્લાની જેલમાંથી મૃતક ભગાભાઈ ઉકાભાઈ જાદવ એ સર્જેલા લેટરકાંડ માં પૈસાની લેતી દેતી બાબતે પણ સરપંચ નો ઉલ્લેખ કર્યો હોય ઈંગ્લીશ દારૂનાં ધંધામાં સનખડા ગામ ના સરપંચ સંકળાયેલ હોય તેને તાત્કાલીક પકડવામાં આવે કારણ કે તે મોટો બુટલેગર હોય દારૂનો ધંધો કરી સપ્લાયર્સ તરીકે તેની ભૂમિકા સ્પષ્ટ થયેલ છે ને કરોડો રૂપિયાનો દારૂ અનેક જગ્યાએ હેરાફેરી કરતો હોય એસ. એમ. સી. ની રેડ દરમિયાન તેમના નામની એફ. આર આઈ વેરાવળ માં ઉલ્લેખ થયેલો હોય હાલ તે સનખડા ગામે સરપંચ તરીકે ફરજ બજાવે છે. જો આવા મોટા બુટલેગર લોકો સરપંચ તરીકે ફરજ બજાવતા હોય તો કેવા સમાજનું નિર્માણ કરે ? તે એક ગંભીર પ્રશ્ન છે. સમાજની અંદર ગામનો પ્રથમ નાગરીક જો આ પ્રકારના દારૂનાં ધંધા કરીને અસામાજીક પ્રવૃતિ કરતો હોય તો પોલીસે ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાકાલિક અસરથી ધરપકડ કરવી જોઈએ અને કાયદાકીય રીતે કાયદેસરની કડકમાં કડક સજા અને દંડ કરી અસામાજીક તત્વોને ડામવા જોઈએ તેવી ગામ લોકો એ માંગણી કરી છે. સનખડા ગામના સરપંચ રવિભાઈ ઘનશ્યામસિંહ રાઠોડ કે જે સનખડા ઉના તાલુકાનો મુખ્ય બુટલેગર છે. આખા સૌરાષ્ટ્રમાં અને ઉના તાલુકામાં દારૂની હેરફેર કરનાર માસ્ટર માઈન્ડ છે. અને તેના મોબાઈલ નંબર 9998502544 તથા 8140045546 છે આ બન્ને નંબરની કોલ ડીટેલ કાઢી તેની પણ તપાસ થવીજોઈએ અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી સમાજમાં એક દાખલો બેસે તેવા પગલા લેવા ગ્રામજનો એ લેખીત રજુઆત કરી છે. આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સનખડા ગામના લોકોનેઆંદોલન કરવાની ફરજ પડશે તેવી ગ્રામજનો એ ચીમકી આપી છે હનુભા એમ. ગોહિલ, દિલીપસિંહ ગોહિલ, સયાજી ગોહીલ, યુવરાજ સિંહ ઝાલા સહિત ના ગ્રામજનો દ્વારા જુનાગઢ રેન્જ આઈ.જી.એસ.પી ગીર સોમનાથ ડી.વાય.એસ.પી ઉના પી. આઈ. ઉના સહિત ને રજુઆત કરી છે.