Jai Hind

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વંશના આક્ષેપો ઉના પાલિકાએ આઠ જેટલા કામો ઉંચા ભાવે મંજુર કર્યા

બાંધકામોમાં નિયમોને નેવે મૂકી દેવાયા છે? હોસ્પિટલ, કોમ્પલેક્ષ પાસેથી બીયુ પ્રમાણપત્ર પણ મેળવવામાં આવતાં નથી

ટેન્ડર પ્રક્રિયામા સિન્ડિકેટની ભુમિકા ચાલે છે: વંશ
દરેક ટેન્ડર પ્રકિયા મંજુર થયાં બાદ હલકી ગુણવત્તાના કામો થતા હોયછે સરકારી કામો રાખતી ચોક્કસ એજન્સી ઓ એક બીજા કામો મેળવવા ઉંચા નિચા ભાવો સિન્ડિકેટ કરી મેળવી લેતાં હોવાના કારણે જે ગુણવત્તા જાળવવાની હોય છે તે રીતે કામો નહીં થતાં હોવાથી પ્રજાના ટેક્ષ ના નાણાં વ્યથ જતાંહોવાનો પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ આક્ષેપ કર્યો હતો
દરેક ટેન્ડરની પ્રક્રિયા ઓનલાઈન જ થાય છે : ચીફ ઓફિસર
પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ ના આક્ષેપ સામે પ્રતિક્રિયા આપતા ઊનાપાલિકાના ચીફઓફિસરજે.જે. ચૌહાણે જણાવ્યું હતું કે, દરેક ટેન્ડરનીપ્રક્રિયા ઓન લાઈન જ થાય છે. તેમજ નિયમ વિરૂધ્ધ કોમર્શિયલ બાંધકામ કરનાર, આસામીઓ અને એન્જીનીયરને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.જ્યારે બીયુ પરવાનગી લેવાની જવાબદારી બિલ્ડીંગ બાંધનાર આસામીની રહેતી હોય છે.તેવુ જણાવ્યું હતું પરંતુ પૂર્વ ધારાસભ્ય ના હોસ્પિટલ બાંધકામ અંગે ના આક્ષેપ સામે આસામી ને અપાતી નોટીસ વર્ષ 2023 મા એક નોટીસ આપ્યા પછી પણ નિયત સમય મર્યાદામાં પાલિકાના અધિકારી ઓ એ જે કાર્યવાહી હાથ ધરવી જોઈએ તે નહીં કરી ને આંખ આડા કાન કરી લીધાં હોવાનો પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપો કરાયા છે.

ઊના નગરપાલિકા દ્વારા આઠ જેટલા કામો ટેન્ડરથી ઊંચા ભાવે મંજુર કરી દીધા હોવાનો અને પ્રજાના નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે ગંભીર આક્ષેપો કરતા સ્થાનિક રાજકારણ માં ગરમાવો પ્રસરી ગયો છે. કોમોસિયલ બાંધકામો માટે નિયમોને નેવે મુકવામાં આવી રહ્યા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે તેના માટેપાલીકાનાસત્તાધીશોજવાબદાર હોવાનું જણાવ્યું હતું. કોંગેસના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશે ઊના નગરપાલિકા દ્વારા થતા કથિત કામો અંગે જાહેર માહિતી અધિનિયમ હેઠળ વિગતો માંગી હતી જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે, નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આઠ જેટલા કામો ટેન્ડરથી ઊંચા ભાવે મંજુર કરી પ્રજાના નાણાંનો દૂર ઉપયોગ કરવા સાથે ગેરરીતિ આચરવામાં આવી છે. તેમજ ખાનગી હોસ્પિટલ અને કોમ્પલેક્ષ નો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, આ કોમર્શિયલ બાંધકામ માટે પ્લાન નક્શા રજુઆત કરાય છે તેના થી વિપરીત રીતે બાંધકામ કરાતાં હોવાથી આડેધડ બાંધકામો ના કારણે મુખ્ય માર્ગો પર સર્જતી ટ્રાફિક સમસ્યા ના કારણે અકસ્માતો ના કારણે લોકો ભોગ બની રહ્યા છે. મોટાભાગની કોમર્શિયલ બિલ્ડીંગ માં મંજુર થયેલા બાંધકામ કરતા વધુ બાંધકામ ગેર કાયદેસર થવા દેવામાં છે.પાલિકાના સત્તાધીશો જ જવાબદાર હોવાનો પણ પૂર્વ ધારાસભ્યે આક્ષેપ કર્યો છે.