જસદણમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા તા. 9 થી 13 પારાયણ હરિયાગનું આયોજન

શાસ્ત્રી ભકિતજીવનદાસની સ્મૃતિમાં યોજાશે ધાર્મિક કાર્યક્રમો

જસદણ સ્વામિનારાયણ મંદિર દ્વારા અક્ષર નિવાસી શાસ્ત્રી ભક્તિ જીવનદાસજીની સ્વામીની સ્મૃતિમાં સત્સંગી જીવનકથા પારાયણ તેમજ 125 કુંડી હરિયાગનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જસદણની પ્રસાદીભુત ભુમી પર ચાર દાયકા સુધી ભક્તિબાગ મહેકાવનાર અક્ષર નિવાસી શાસ્ત્રી ભક્તિ જીવનદાસજી સ્વામીજીનું 93 વર્ષનું દીર્ઘાયું જીવન બાદ અક્ષરનિવાસી થયા હતા ત્યારે શાસ્ત્રી ભક્તિ જીવનદાસજી સ્વામીની સ્મૃતિમાં ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી સભર ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ તથા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની 125 મી જન્મ જયંતી ઉપક્રમે 125 કુંડી હરીયાગનું આયોજન સંત ગુણવિભૂષિત પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના તથા પૂજ્યપાદ મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીના શુભાશીર્વાદ અને સુરત ગુરુકુળ નીલકંઠધામના નિર્માતા પૂજ્યપાદ સદગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુરુકુળ પરિવારના નવયુવાન વિદ્વાન શાસ્ત્રી મંગલસ્વરૂપદાસજી સ્વામી તથા શાસ્ત્રી નીલકંઠચરણદાસજી સ્વામી વ્યાસાસને બિરાજી સંગીતની સુરાવલી સાથે દિવ્ય કથામૃતનું રસપાન કરાવશે.
તા. 9-1-2026 થી તા. 13-1-2026 સુધી પાટીદાર શૈક્ષણિક ભવન આટકોટ રોડ જસદણ ખાતે સત્સંગી જીવનકથા પારાયણ યોજાશે. કથા શ્રવણનો સમય બપોરે 3.30 થી 6.30 તથા રાત્રે 8 થી 11 નો રહેશે. તા. 11-1 ને રવિવારે જસદણ આટકોટ હાઇવે ઉપર હેલીપેડ ગ્રાઉન્ડની પાછળ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 125 કુંડી હરીયાગ યોજાશે. જેમાં સવારે 7.30 કલાકે અરણીમંથન અને 7.30 થી 12 કલાક સુધી પૂજન તથા યજ્ઞ યોજાશે. મહોત્સવમાં ઘનશ્યામજીવનદાસજી સ્વામી, પુરાણી જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, નારાયણપ્રસાદદાસજી સ્વામી, ભક્તિવલ્લભદાસજી સ્વામી, પ્રભુચરણદાસજી સ્વામી, સંતવલ્લભદાસજી સ્વામી, પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, ગઢપુરના શાસ્ત્રી હરિજીવનદાસજી સ્વામી, ગઢકાના શાસ્ત્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી, ભક્તિતનયદાસજી સ્વામી, વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી, ભાનુપ્રસાદદાસજી સ્વામી, સંતદાસજીસ્વામી આટકોટ, ધર્મવલ્લભદાસજી સ્વામી બાબરા સહિતના સંતોની પાવન ઉપસ્થિતિ રહેશે.આ ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિય, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ખોડલધામના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ બાંભણિયા, રામાણી હોસ્પિટલના ડો. દીપકભાઈ રામાણી, કટેશીયા હોસ્પિટલના ડો. સોમેશભાઈ કટેશીયા, ક્ધયા છાત્રાલય આટકોટના અરજણભાઈ રામાણી, કોટડીયા હોસ્પિટલના ડો. પંકજભાઈ કોટડીયા, પૂજ્ય ભક્તિજીવનદાસજી સ્વામીના સેવક મનુભાઈ ખોખરીયા સહિતના ઉપસ્થિત રહેશે.કથા પારાયણના મુખ્ય યજમાન ગોવિંદભાઈ કરસનભાઈ રામાણી, યોગેશભાઈ ગોવિંદભાઈ રામાણી, વિરલભાઈ તથા હાર્દિકભાઈ યોગી ઇન્ડસ્ટ્રીઝ વાળા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શૈલેષભાઈ કેસુભાઈ પોકળ, અરજણભાઈ જીવરાજભાઈ રાદડિયા સહિતના ઉપસ્થિત રહેશે. પારાયણના સહયજમાન વિપુલભાઈ મનસુખભાઈ સૂળીયા હરિ નમકીનવાળા ઉપસ્થિત રહેશે. હરિયાગના મુખ્ય યજમાન ડો. મિલનભાઈ વાજા, યોગેશભાઈ રવજીભાઈ ખેર, અભિષેકકુમાર સતિષભાઈ સાવલિયા, સહયોજમાન જયસુખભાઈ સંખળવા, જીગ્નેશભાઈ ગોળકીયા, મયુરભાઈ વેકરીયા, રાજેશભાઈ રમણીકભાઈ શેલડીયા, સ્મિતભાઈ વિઠ્ઠલભાઈ દેવાણી, હિરજીભાઈ વેલજીભાઈ વાઘજીયાણી રહેશે. તારીખ 9- 1-2026 ને શુક્રવારે બપોરે 3.30 કલાકે પોથીયાત્રાના યજમાન યોગેશભાઈ ગોવિંદભાઈ રામાણીના નિવાસ્થાન પંચવટી સોસાયટીથી પોથીયાત્ર નીકળીને કથા સ્થળે પહોંચશે. મહિલા મંચ તા. 10-1-2026 ને શનિવારે બપોરે 1 થી 3.30 સુધી યોજાશે કથા અંતર્ગત ઘનશ્યામ જન્મોત્સવ, યજ્ઞપવિત ઉત્સવ, વન પ્રવેશોત્સવ, ગાદી પટ્ટાભિષેક ગઢપુર આગમન, પુષ્પ દોલોત્સવ, અન્નકુટોત્સવ, શાકોત્સવ સહિતના ઉત્સવો ઉજવાશે. કથા પારાયણ સહિતના વિવિધ ઉત્સવોમાં તેમજ હરિયાગમાં ઉપસ્થિત રહેવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન હેઠળના જસદણ સ્વામિનારાયણ મંદિરના સાધુ શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ