સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ ખાતે આગામી તા.11 જાન્યુ.થી બે દિવસ યોજાનાર રીજીયોનલ વાઈબ્રન્ટ સમીટ 2026ની તૈયારીઓને હવે અંતિમ તબકકામાં પહોંચી જવા પામી છે. આ વાઈબ્રન્ટ સમીટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવનાર છે.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ વાઈબ્રન્ટ સમીટનું બપોરના 3.30 વાગ્યે ઉદઘાટન કરવામાં આવનાર હતું. પરંતુ એકાએક વાઈબ્રન્ટ સમીટના ઉદઘાટનના સમયમાં ફેરફાર થવા પામેલ છે. હવે બપોરના 12.30 વાગ્યે આ વાઈબ્રન્ટ સમીટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. વાઈબ્રન્ટ સમીટની તૈયારીઓમાં કોઈ કચાશ ન રહે તે માટે માઈક્રોપ્લાનીંગ કરવામાં આવેલ છે. વાઈબ્રન્ટ સમીટના પ્રચાર-પ્રસાર માટે ટોચના ઉદ્યોગકારોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ઔદ્યોગીક વિકાસને નવી દિશા આપવા માટે વાઈબ્રન્ટ સમીટમાં રેકોર્ડબ્રેક એમઓયુ કરવામાં આવનાર છે. અહી એ પણ ઉલ્લેખનીય છે કે આ વાઈબ્રન્ટ સમીટમાં યુક્રેન, જાપાન, રીપબ્લીક ઓફ કોરિયા સહિતના દેશો પાટનગર ક્ધટ્રી તરીકે જોડાયા છે. વાઈબ્રન્ટ સમીટમાં એગ્રીવેલ્યુ, ઓઈલશીડ, નારીશક્તિ, ઉદ્યોગ સહિતના વિષયો પર ખાસ સેમીનાર આયોજીત કરવામાં આવેલ છે. આ ઉપરાંત એમએસએમઈ, કોન્કલેવ, ગીફટસીટીમાં વ્યવસાયની તકો, ટેકસટાઈલ અને જવેલરી ઉદ્યોગ પર સેમીનાર અને ચર્ચા સહિતના કાર્યક્રમો પણ આયોજીત કરવામાં આવેલ છે.